પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૫
ઉપસંહાર.


તેઓ જાણતા, પણ તેનો ઉપયોગ તેમણે કરેલો જણાયો નથી.

આપણા પંડિતો આધુનિક પ્રજા ઉપર કોઈપણ જાતની અસર ઉપજાવી શકતા નથી તેનું કારણ એજ છે કે તેમને અંગ્રેજી સાહિત્યનું અને વિજ્ઞાનનું જ્ઞાન હોતું નથી. સ્વામી વિવેકાનંદ આર્યતત્વજ્ઞાન અને ધર્મ શાસ્ત્રોના જ્ઞાન ઉપરાંત ઉપલી બંને બાબતોમાં પણ સંપૂર્ણ હતા; તેથી કરીને તેમનો બોધ સચોટ બની રહેતો. વળી સ્વામીજી ઘણી ભાષાઓ જાણતા અને બોલી શકતા. ફ્રેંચ અને જર્મન ભાષા પણ તે જાણતા અને પારિસમાં સર્વધર્મપરિષદ્ વખતે તેમણે ફ્રેંચ ભાષામાં જ વ્યાખ્યાન આપ્યું હતું. તે દર્શાવે છે કે ફ્રેંચ ભાષા ઉપર પણ તેમણે કેટલો બધો કાબુ મેળવ્યો હતો. આમ અનેક ભાષાઓને જાણનાર, અનેક પ્રજાઓનાં ધર્મશાસ્ત્રો, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાનમાં પારંગત થઈ રહેનાર સ્વામી વિવેકાનંદ જેવા વિશાળ જ્ઞાની અને વિશાળ હૃદયવાળા મહાપુરૂષ સર્વત્ર વિજયી નિવડે એમાં નવાઈજ શી ? પેાતાના દૃષ્ટાંતથી એમણે પંડિતોને બોધ આપ્યો છે કે બહાર નીકળો; કૂવામાંના દેડકાની માફક બાપદાદાના કુવામાં બુડીજ ન રહો. આપણી સંસ્કૃતિ સર્વોત્તમ છે એવા વિચાર માત્રથીજ સંતોષ માની બેસી ન રહો, કારણ કે એવા વિચારથી બેસી રહેનારી પ્રજાનાં જ્ઞાન અને હૃદય સંકુચિત બની જાય છે અને આખરે એ પ્રજા જડતાનેજ પ્રાપ્ત કરી રહે છે.

સ્વામીજીનો સ્વભાવ ટોળી અને વિનોદી હતો. સ્વજનોની સાથે તે ટોળ અને વિનોદ વારંવાર કરતા. પાશ્ચાત્યો એમના એ ગમતી સ્વભાવને જોઈને આશ્ચર્ય પામતા. તત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને બહુજ ગંભીરાઇથી પ્રતિપાદન કરી સભાઓમાં અને ખાનગી બેઠકોમાં અસંખ્ય મનુષ્યોનાં ચિત્તને હરનાર સ્વામીજી જેવા મહાપુરૂષ ટોળ ભરેલું બોલતા, ખડખડ હસતા અને કોઇની ટોળ કરતા જોઈને