પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
મોટી ઘોડાગાડીએ વિષે.

તેના ધણી પાસે ઘરાણું ગાંઠું અને પૈસો ટકો મળીને, ઓછામાં ઓછી પચાસ હજારની બીજી મુડી તો જરૂર હશે, માટે આ મુંબઈમાં જેટલી હવેલીઓ છે, તેટલા તો લખશેરી ગણવા જ જોઈએ. રાત ને દહાડો ઘોડાગાડીઓની દોડાદોડ મટતી જ નથી; તેથી કહી શકાતું નથી કે, આ શહેરમાં ઘોડાગાડીઓ કેટલી હશે અને ગાડી રાખનારને ઘાસ, દાણા, ગાડીવાનનો પગાર તથા તબેલાના ભાડા વગેરેના થઈને વર્ષ દહાડે રૂ. ૬૦૦નું તો ખર્ચ હશે જ. ત્યારે એ લોકો બધું મળીને વર્ષે દહાડે કેટલું કમાતા હશે? આ હવેલીઓના પાયામાં સોના રૂપાની ખાણો હશે કે શું? મારા ગામના વેપારી મુશ્કેલીથી વર્ષમાં બસે ત્રણસે રૂપૈયા પેદા કરે છે અને આ લોકોની પાસે પારશમણી હશે? કે કોઈ દેવ તેઓને નાણાં આપી જતો હશે?

જેણે પૂરાં પુણ્ય કર્યાં હશે, તેઓ મુંબઈમાં રહેતા હશે. જેણે મુંબઈ જોઈ નથી તેનો જન્મ વ્યર્થ ગયો. હું જાણું છું કે સ્વર્ગ તે આ જ હશે.

શાર્દૂલ વિક્રીડિત વૃત્ત.

દેવી દેવ સમાન માનવિ દિસે, વૈમાનશાં વાહનો;
શોભા સુંદર મંદિરોનિ નિરખી, મેળો મહોત્સાહનો;
શું હું જાગૃત છું જરૂર ઉરમાં, કે સ્વપ્નની વાત છે;
સાચું મુંબૈ નામ આ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે. ૧

ભયાનક રસ.

એવામાં તેની નજરે એવો દેખાવ પડ્યો, કે ચૌટા વચે હાથી દોડતો આવે છે. તેની પીઠ ઉપર હોદામાં કેટલાએક લોકો બેઠા હતા