પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
તાર્કિક બોધ

લોકો કરવા લાગ્યા. તેમ જ વિશેષ ઉદ્યોગ કરશે તો જતે દહાડે વિલાયતના લોકો જેવા આપણા લોકો હુશીઆર થશે. અને અચરજ ભરેલાં કામ કરશે. તેથી આપણો દેશ ધનવાન અને સુખી થશે.

એ નિબંધ સાંભળીને શેઠ બોલ્યા કે આ તમારા નિબંધની કિંમત તો વધારે છે. પણ હાલ હું તમને ત્રીશ રૂપૈયા ઈનામ આપું છું. અને મારી ખાતરી થઈ કે આંકણી વિષે બસે પૃષ્ઠનો નિબંધ તમે રચી શકો એવી તર્કશક્તિ તમારામાં છે. એમ કહીને સલામ કરીને ઘેર ગયા.

દોહરો

શેઠ વડો સોસાઈટી, મુજ આત્મા પ્રભુરામ;
રમૂજ માટે આ રચી, રચના દલપતરામ, ૧

એ રીતે સુરચંદને મહોડેથી નાના પ્રકારનો તાર્કિક બોધ સાંભળીને, ક્રુરચંદની ક્રુરતા જતી રહી અને દયાળુ તથા ઉદ્યોગી થયો.


સમાપ્ત