પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
મોટી ઘોડાગાડીએ વિષે.

બજાવનાર ઉભો હતો, તેની કોટમાં હજામના જેવી કોથળી ભરાવેલી હતી. તેમાં સઉની પાસેથી પૈસા લઈ લઈને ભરેલા હતા. બધા લોક ઉતરી રહ્યા પછી,—

તતુડીવાળો—છછ દોઢીઆં. છછ ડોઢીઆં. ઓ વાણિઆ, ઓ વાણિઆ. એ; એ; આવવું છે કે? આમલી, આમલી.

ઠાકોર—(એક દોકાનવાળાને પુછે છે) આ આમલી, આમલી શું કહેતો હશે?

દોકાનવાળો—તે એમ કહે છે કે અહિંથી જે બેસશે તેને કોટમાં આમલીનું ઝાડ છે. ત્યાં ઉતારશે અને છ પૈસા લેશે. પછી જોતાં જોતાંમાં ઉતારૂઓ ભરાઈ ગયા, એટલે ગાડીની પાછળ બારણાં આગળ ઉભો રહીને તતુડીવાળે તતુડી બજાવી. એટલે ઘોડાવાળે કોટ તરફ ગાડી દોડાવી.

ઠાકોર વગેરે બોલ્યા—ઓહોહોહોહો, એ જાય. એ જાય. એ જાય. -ગઈ!!! ગઈ.

નોકર—સાહેબ, તમે સુંઢ કે દંતુસર જોયા વિના એકદમ શી રીતે જાણ્યું કે ગાંડો હાથી આવે છે?

ઠાકોર—મારા મારા જનમારામાં આવી ગાડી દીઠેલી નહિ. અને તેનો ઉપલો ભાગ મારી નજરે પડતાં જ મને ગાંડોહાથી સાંભરી આવ્યો. એ રીતે વાતો કરતા સઉ સઉને ઠેકાણે ગયા.

આ વિષયથી આપણને એટલો બોધ મળે છે કે. આપણા પૂર્વજોએ એવી અચરજવાળી ગાડી નજરે દીઠી નહિ હોય. તેવી ગાડીઓ તથા બીજા કેટલાએક સાંચા અંગરેજોની સોબતથી આપણા