પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


विश्वानुभव स्वप्ना विषे. २.

એક સમે રાત્રીમાં મને સ્વપ્ન લાગ્યું, કે જાણિયે હું, તથા મહેતાજી દુર્ગારામ મંછારામ, શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ, ભાઈ રણછોડ ઉદેરામ, હરીલાલ દામોદર, અને મનસુખરામ સુરજરામ વગેરે કેટલાએક મિત્રો મળીને પડતી રાતની વખતે શહેર બહાર ફરવા નિકળ્યા. તે વાતો કરતા કરતા આગળ ચાલ્યા, ત્યાં એક મોટું વન આવ્યું. તેમાં એક પુરૂષ દીઠો. તેને અમે પુછ્યું કે ભાઈ, તમે કોણ છો? તેણે જવાબ દીધો, કે હું કારીગર છું. અમે પુછ્યું કે તમારૂ નામ શું? અને તમે શી શી કારીગરી કરી જાણો છો? તે બોલ્યો કે, મારૂ નામ વિશ્વકર્મા. હું સુતાર, કડિયા, શલાટ, કુંભાર અને ચીતારા વગેરેનાં કામ ઝીણામાં ઝીણાં, અને મોટામાં મોટાં પણ કરેી જાણું છું. અમે કહ્યું કે યુરોપખંડમાં એવા એવા કારીગરો થઈ ગયા, અને હાલ પણ છે, કે એક સોપારીમાં અથવા સોપારી જેવડા લાકડામાં રાજાની ફોજ કોરવા ચાહે તો કોરી શકે, એવા નમુના કરીને કંઈકે દેખાડેલા પણ છે. તેમની પાસે સૂક્ષ્મદર્શક યંત્રો હોય છે. તે એવા કે સોપારી જેવડો પદાર્થ હોય, તે પાણી ભરવાના મોટા ગોળા જેવડા દેખાય છે. તેની મદદથી તેમાં સાત માળની હવેલી કોતરી હોય તેમાં કોતરી શકાય. અને કેટલાએક એવી કારીગરી બનાવે છે કે લાકડાનાં પુતળાં સામસામાં બેશીને શતરંજની રમત રમે છે. બરાબર તાળમાં વાજાં બજાવે છે, અને હિસાબ પણ ઘણી આપે છે. વળી પક્ષી બનાવેલાં હોય છે તે ઉડતાં ફરે, ચાંચે દાણા ચરે, પાણી પીએ, અને બરાબર પંખીના જેવા શબ્દ બોલે છે, કારીગરીથી દરિયો બનાવે છે. તેમાં આગબોટો એની મેળે ચાલી જાય, અને બલુન બનાવેલાં હોય, તે આકાશમાં ઉડતાં ફરે છે,