પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વાનુભવ સ્વપ્ના વિષે.


દુર્ગારામ—શું ધૂળ સુખમાં રહેશે ? એવા જુદા મતથી માંહો માંહી વૈર કરીને, કપાઈ મુઆં. અને ઉલટું નુકશાન થયું. માટે તે કરતાં તો એવાં એવાં પેદા ન થતાં હોય તો સારૂં. અને કેટલી બધી જુઠી ગપ ચલાવીને બિચારાંને ભોળવીને ભમાવે છે ?

રણછોડ—ચમત્કારી વાતો કહ્યા વિના તેનું કહ્યું શી રીતે માને ?

હરિલાલ—એ પુતળાંમાં, ઝાડમાં, અને પશુઓમાં જીવ હશે કે શું હશે ? અને જીવ હોય તો કેવો હશે.

દુર્ગારામ—સંચાની ઓફીસમાં તમે નથી દીઠું ? કે બાફના યંત્રમાંથી એક ઉત્ક્ષેપક શક્તિ એટેલે ધક્કાનું જોર ઉત્પન્ન થાય છે. એહ જોરથી કેટલીક શારડીઓ વીંધવા મંડે છે; કર્વત કાપવા મંડે છે; હથોડા ટીપવા મંડે છે. અને ચરખા વગેરે ફરવા મંડે છે. તેમ જ વિશ્વકર્માએ એવી ગોઠવણી કરી રાખેલી છે, તેથી ઇલેક્ટ્રીકસીટી જેવા કોઈ પદાર્થના જોરથી આ સગળો ખેલ બને છે. અને સગળામાં એક જાતનું જોર છે. પછી વધતું જોઈએ ત્યાં વધતું અને ઓછું જોઈએ ત્યાં ઓછું છે, એનું જ નામ ચૈતન્ય શક્તિ અને એનું જ નામ જીવન છે. એમાં કાંઈ બીજું નથી, અને કેટલાક તો ધારે છે કે તે ચૈતન્ય શક્તિ એ જ વિશ્વકર્મા છે.

દલપતરામ—મને લાગે છે કે વિશ્વકર્મા, અને જીવ તે તો જુદા હશે, તે જીવ કોઈ દહાડે વિશ્વકર્મા જેવા શક્તિમાન થઈ શકે નહિ. અને તેઓ ગમે તેવા નામથી વિશ્વકર્માની પ્રાર્થના કરે છે, તે વિશ્વકર્મા સાંભળે છે. માટે તેઓને કાંઈ સારૂં ફળ આપતો હશે ખરો. અને નરસું કરનારને શિક્ષા પણ કરતો હશે.