પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
તાર્કિક બોધ


મગનલાલ(શ્રાવક)—ત્યારે તો બિચારા વિશ્વકર્માને ઘડી એકની નિરાંત નહિ. માટે હું તો ધારૂં છું કે આ ખેલ નવો બનેલો નથી. કોઈ બનાવનાર નથી. એ તો હંમેશાની આવીને આવી રચના છે અને જેવું કર્મ કરે તેવું ફળ તેને તેની મેળે મળે છે. જેમ અફીણ ખાય તે તેની મેળે મરે. એને બીજો કોઈ મારનાર હોય તો જ મરે એમ નથી. તેમ કર્મ ફળ દાતારની જરૂર નથી, તેની મળે તે પામે.

એ રીતે અમારી પણ જુદી જુદી કલ્પના પડી. પછી વિશ્વકર્માએ અમારા હાથમાં, હતા તેથી પણ ઘણી ભારે કિમતના સૂક્ષ્મદર્શક, અને પારદર્શક યંત્રો આપ્યા. તે વડે અમે જોયું તો, તે આખા ગોળા ઉપર અસંખ્ય રચનાઓ અમે દીઠી હતી તેવી જ અસંખ્ય ચમત્કારી રચનાઓ એક એક પુતળાંની, ઝાડની અને એક એક પશુની અંદર અમે દીઠી. પુતળાંના પેટમાં જીવતાં કરમિયાં, અને કરમિયાના પેટમાં ઝીણા કીડા દીઠા. એક સળી ઉપર તેમાંથી પાણીનો છાંટો લીધો તે છાંટામઆં અસંખ્ય જંતુ દીઠા. તે સગળાનું વરણનકરતાં સૈકડો વર્ષ વીતી જાય. અને વરણન કરવા શબ્દો પણ મળે નહિ. અને અમારી અક્ક્લ પહોંચી શકે એવું અમને ભાશું નહિ. અહાહાહા. અમે તો વિસ્મિત થઈ ગયા. એટલામાં મારી આંખ ઉઘડી ગઈ. અને હું જાગ્યો. પછી વિચાર કરવા લાગ્યો કે, આ તે સ્વપ્નમાં મે શું દીઠું ? વિચાર કરતાં મને સમજાયું કે ઈશ્વરે મને અનંત કોટિ બ્રહ્માંડ દેખાડ્યાં પછી રાત્રીએ આકાશમાં જે તારામંડળ મેં દીઠું તે શી વસ્તુઓ છે, તે વિષે હું સારીપેઠે સમજો.

પણ એટલી વાતનો મને પસ્તાવો રહ્યો કે, મારાથી વિશ્વકર્માને પુછાયું નહિ કે, આ પુતળાં જુદાં જુદાં મત બતાવે છે,