પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
તાર્કિક બોધ


બીજું ફક્ત લોકોનાં મનોરંજન કરવાની બાબતો કલ્પિત લખાય છે. તે કેવળ કલ્પિત ગપાં, સદાચરણવાળાં અથવા દુરાચરણવાળાં લખાય છે; કેટલાએક કવિયો સાધારણ ગપાં, કે જેમાં દુરાચરણ નહિ અને સદાચરણ પણ નહિ, એવાં ગપાં મનોરંજન વરણવે છે.

શીખામણ અથવા ઇતિહાસ વર્ણવતાં પણ, તેમાં કવિતાના અલંકાર હોય, તો તેથી મનોરંજન થાય અને તેથી સાંભળનારના મનમાં એ વાત ખુબ ઠસે, અને અસર થાય, અલંકાર વિના ખુબ અસર થતી નથી. અલંકાર એટલે, જુઠી કલ્પિત ઉપમા લખી હોય તે.

જેમ કે, કોઈને કહીએ કે, જુઠું બોલવાની ટેવ રાખવી નહિ, એટલું જ કહેવાથી તેના મનમાં એ વાતની ખુબ અસર થતી નથી. પણ એક જુઠું દૃષ્ટાંત કલ્પિને કહીયે કે, એક ડોશી, રોજ જુઠી બૂમ પાડતી હતી કે, "મારા ઘરમાં ચોર પેઠા છે" તેથી કેટલીએક વાર તો, લોકો દોડીને આવ્યા, પણ તે જુઠી ઠરી, એટલે એક સમે ખરેખરા ચોર તેના ઘરમાં પેઠા તેથી ડોશીએ બૂમો પાડી, પણ લોકો આવ્યા નહિ. એ રીતે જુઠું બોલનારનું સાચું હોય તે પણ જુઠામાં જાય. માટે જુઠું બોલવાની ટેવ રાખવી નહિ. એમ યુક્તિ કરીને કહ્યું હોય તો, તે સાંભળનારના મનમાં ઠસે છે, અને અસર કરે છે.

વળી કહિયે કે, સર જમશેદજી જીજીભાઈ પાસે પ્રથમ થોડી પુંજી હતી, પણ તેણે દરિયો ડોળ્યો, તેમાંથી તેને કરોડો રૂપૈયા મળ્યા. એવું સાંભળીને કદાપિ મૂર્ખ તો એમ સમજે, કે જેમ એક વાસણમાંનું પાણી ડોળી નાંખીએ, અને તેમાંથી રૂપૈયા જડે તેમ તે ગૃહસ્થે દરિયાનું પાણી હલાવીને ડોળી નાખ્યું હશે; પછી તે દરીઆમાંથી રૂપૈયા જડ્યા હશે. પણ સમજુ માણસ એવું સમજે નહિ. એ તો તરત એ કહેવાની મતલબ સમજી લે. વળી કવિતાના નવ રસ છે. તેમાં હાસ્યરસનું વરણન કરે તો, સાંભળનારને જેમ ઘણું