પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
તાર્કિક બોધ

અને તે વાતમાં એવો ચમત્કાર છે કે, વગર ભણેલો હોય તે મુંબઈ જાય ત્યારે મુંબઈ શહેર દેખે, અને ભણેલો હોય તે નક્શામાં આખું મુંબઈ શહેર દેખે, માટે ભણવાનો ફાયદો બતાવવા સારૂં આ કલ્પિત વાત તમે કહેતા હશો. શેઠ બોલ્યા કે, નાના એમ નથી. આપણો પડોશી મને કહેતો હતો કે મુંબઈથી પુસ્તક વેચનાર એક આવ્યો છે; તે ગઈ કાલે માણેકચોકની ગુજરીમાં વેચવા બેઠો હતો. તેની પાસે મુંબઈના નક્શા મેં જોયા. તે જોતાં જોતાં મોટા મોટા સાહુકારોનાં ઘર, તથા નામીચી જગાઓ કિયે કિયે ઠેકાણે છે, તે વગેરે સઘળું માલૂમ પડતું હતું. છોકરો બોલ્યો કે, એ વાત તમે શા ઉપરથી કહો છો, તેનો ખુલાસો તમે કર્યો તેથી હવે મેં સાચી માની.

વાતનો સાર. વાત સંભવે એવી હોય. અને કહેનારને શી રીતે માલૂમ પડી, તેનો ખુલાસો થાય ત્યારે વિચારવાળા માણસના મનમાં આવે. પણ કોઈ એવું કહે કે, આ વાત મને પરમેશ્વરે કહી, અથવા તે વાત અસંભવિત હોય, અને વળી તેનો કોઈ સાક્ષી પણ ન હોય, તે વાત તરત માનવી નહિ. એ વાત સાંભળીને

ક્રૂરચંદ—ત્યારે આપણા દેશમાં શાસ્ત્રીઓની સભા કોઈ કોઈ સમે થાય છે, તેમાં આવા ઝીણા વિચારની વાતો નીકળતી હશે કે નહિ?

સુરચંદ—ભાઇ, કેટલાક શાસ્ત્રીઓ તો પોપટની પઠે બોલી જાણે છે, પણ તેનામાં વિચારશક્તિ જોવામાં આવતી નથી. તેનો એક દાખલો સાંભળ.