પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
તાર્કિક બોધ

ઉઘાડે માથે કે અંગરખું પહેર્યાં વિના સભામાં, કે કોઈને ઘેર જવું નહિ.

મોટા લોકો બેઠા હોય તેના થડમાં ખુરશી ખાલી દેખીને, તે ઉપર જઈને બેસવું નહિ; પોતાના અધિકાર્ પ્રમાણે બેસવું. પોતે ખુરશી ઉપર બેઠા હોઈએ, અને માન આપવા યોગ્ય બીજું કોઈ માણસ આવે, તો તે ખુરશી તેને આપવી. કેમકે તમે બીજાને માન આપશો, તો તમને માન મળશે. અને તમે માનને ખેંચી તાણીને લેવા ચાહશો, તો માન તમારાથી વેગળું નાશી જશે. સભામાં મોટા લોકો વાતો કરતા હોય, તે વચ્ચે વગર પુછ્યે બોલ બોલ કરવું નહિ. મોટા સાથે વાદ વદવો નહિ.

અદબનાં વાક્યો યાદ રાખવાં. અને બોલવા ચાલવામાં હંમેશાં તેનો ઉપયોગ કરવો. તે વાક્યો નીચે પ્રમાણે.

મહેરબાન સાહેબ પધારો. આપ અમારા મુરબ્બી છો. સેવક સરખું કામકાજ ફરમાવવું, આપનો મેળાપ થવાથી આજ હું ઘણો સંતોષ પામ્યો. આ પાનબીડું આપ આરોગો. આ જળપાન કરો. આપનાં પગલાં થવાથી આજ મારૂં ઘર પવિત્ર થયું.

કોઈની મારફતે કાંઈ મંગાવું હોય, ત્યારે "મારે વાસ્તે ફલાણું મોકલજો" એમ લખવું નહિ; પણ અદબથી લખવું ત્યારે આમ લખવું કે, " સેવક વાસ્તે એક ફલાણી ચીજ મોકલશો તો ઘણી મહેરબાની" "તસદી માફ કરવી"

ઈસ્વીશન ૧૮૫૮ની સાલમાં જ્યારે હું મુંબઈ ગયો હતો, ત્યારે બારોનેટ સાહેબ ખરશેદજી જમશેદજી જીજીભાઈએ પોતાના મકાનમાં બોલાવા સારૂં મને એક પત્ર લખી મોકલ્યો હતો, તેમાં ઘણી