પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
તાર્કિક બોધ

ઇર્ષાવાળો નાકકટો અકળાયો. ને પોતાનું નાકકાપીને તે ગૃહસ્થના સામો જઈને તેને અપહુકન કર્યાં. તેથી પેલાનું તો કાંઈ કામ બગડ્યુ નહિ, પણ ઇરષાવાળો નાકકટો કહેવાયો. સૂર્યના સામી ધૂળ નાખે, તે સૂર્યને લાગતી નથી, પણ નાખનારની આંખમાં જ પડે છે. તેમજ અદેખાઈથી નિંદા કરનારનું હલકાપણું દેખાય છે. સારા માણસના મહોમાં હલકા શબ્દો શોભતા નથી. અને કુતરાં ભસતાં હોય, તેના સામાં હલકા માણસનાં છોકરાં ભસે છે, પણ સારા માણસો ભસતાં નથી.

એક શાહજાદો ચાલ્યો જતો હતો. ત્યાં રસ્તા વચ્ચે એક ગધાડો ઊભો હતો, તેને શાહજાદે કહ્યું કે તમે કોરે ખસો, તે સાંભળીને બીજે માણસે પૂછ્યું, કે તમે ગધેડાને કેમ માન આપો છો? ટુંકારો કેમ કરતા નથી ? ત્યારે શાહજાદે કહ્યું કે, ટુંકારે બોલવાથી મારી જુબાન બગડે; અને કોઈ વખતે મીજલશમાં પણ એવો શબ્દ બોલી જવાય. અને આ ગધાડાને તો કાંઈ માન કે અપમાનની ખબર નથી, પણ હલકો શબ્દ બોલવાથી મારી હલકાઈ જણાય. માટે નાદાન માણાસના બોલનો ઉત્તર વાળે નહિ, અને ગંભીરતાથી સહન કરે તેની શોભા વધે છે.

મુંબઈના જામે જમશેદ પત્રમાં દરરોજ શેખ શાદીની એક કહેવત છપાય છે, તે ઉપલી વાતને લાગુ પડે છે.

બેત

"કહેવું નહિ તારે જ્યાં સુધી, કે વચન ન હોય સારો;
"ઉત્તર દેજે તેહને, જેને તું જાણે કે નથી નઠારો. ૧