પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


ઉભી જ રહી. માતપિતા ગયાં ને હું ઉભી રહી એ ખોટું કર્યું એમ પળવાર થયું, પણ જ્યારે પાસેના જ એારડામાંથી તાસક મૂકી મા અને હાથ ધોઇ પિતા ન આવ્યા ત્યારે જ કારણ સમજાયું અને હિંમત આવી. ભૂજંગલાલ ચોગરદમ જોતા બોલ્યોઃ

'વીણા! બેસોને! શણગારભાભીને ત્યાં તો બોલવામાં હીમત આવી હતી અને અત્યારે એકાંત છે ત્યારે...'

'એકાંત છે એટલે જ હિમત ગઈ છે.'

'શું મ્હારી હક લાગે છે ?'

'હા ! પુરૂષનો શો વિશ્વાસ ? એક બેને તજી તેમ મારું પણ થાય તો...'

'વીણા! મહેણાં ના મારો! એ ભૂજંગ ને આજના ભૂજંગમાં આસમાન જમીનનો ફેર થયો છે.'

'તે હશે. પણ લીલા બીચારી મરવા પડી તે તમારા વિશ્વાસે રહીને જ ને ? તરલાના શાન્ત જીવનમાં અશાન્તિ થઈ. તરલા-સુમનલાલ હજી પરણશે કે કેમ એવી સ્થિતિ થઈ તે તમારે લીધે જ ને ?'

'વીણા ! વીણા ! મદારીની મોરલીથી સાપ નાચે તેમ હું તારી પાછળ નાચું છું. મ્હારામાં મ્હારાપણું નથી રહ્યું. કોણ જાણે કેમ જે સત્તા લીલા ઉપર ભોગવતો , જે સત્તા તરલા ઉપર ચલાવતો તે ત્હારા આગળ ચાલતી જ નથી.'

'મને ખબર છે. લીલા-રલાને આવા જ શબ્દે ત્હમે ભોળવી શક્યા હતા. મને ભોળવતા નથી એ શી ખાત્રી ?'

'ખાત્રી ? વચન આપું, બીજું શું?”

'વચન! વચન ! પુરૂષોનાં વચન ઉપર મને વિશ્વાસ નથી. પત્નીને આંખની કૌમુદી, હૈયાનો હાર માનનાર પુરૂષો-સંસારમાં પુરૂષને પરણ્યા વિના ન ચાલે, છોકરાં સાચવવાં, ઘડપણમાં ચાકરી કરાવવા બીજીવાર પરણવાને તૈયાર થાય છે. સ્ત્રીઓને પરણ્યા વિના ચાલવું જ જોઈએ,