પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


દોસ્તો, મ્હારાં પુસ્તકો, મ્હારા મોજશોખ મ્હને કુમાર્ગે જ લઈ જનાર નિકળ્યા છે. વાલ્મીકી રૂષીને જેમ શિકાર કરતાં અચાનક જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમ વીણા-વીણા ! ત્હારા દર્શને મારું જીવન બદલાયું છે. તો પછી ત્હારા સતત [૧] સહવાસથી ખરે હું સુધરીશ. લીલા-તરલાની ક્ષમા માગીશ અને મારા ભૂતકાળના પાપનો પસ્તાવો કરી ત્હારા જેવી દેવીથી પવિત્ર બનીશ.’

'ભૂજંગલાલ ! માફ કરજો ! અમે સ્ત્રીઓ છીએ. આપણા દેશમાં હજી ઠીક છે. એટલા તો સ્વતંત્ર વિચાર આવ્યા નથી. આર્ય સંસારના રહસ્યો ભુસાયા નથી, પણ પશ્ચિમના દેશોમાં તમારા જેવા મનુષ્યોને લીધે અમારે સ્ત્રીઓને બહુ સોસવું પડે છે. જન્મભર ખમવું પડે છે. આનું કારણ એટલું જ કે લાગણીનું જોર, સૌદર્ય, વૈભવ, સત્તા અથવા મધુર શબ્દથી ભોળવાઈ તરલા જેવી અનેક યુવતીઓ દુ:ખી થાય છે. પુરૂષો લગ્નની જવાબદારી સમજતા નથી-સમજવા માગતા નથી અને ભોગવવું પડે સ્ત્રીઓને. તરલા જરા મોડી નજરે પડી હોત યો લીલાની શી સ્થિતિ થાત ? કાં તો ત્હમારી પત્ની થઈ એક ખૂણે પડી હોત અગર રીબાઈ મુંઝાઈ મરી ગઈ હત. તરલા ત્હમારા ઉપર વિશ્વાસ રાખી તમારા સ્વર્ગીય સ્નેહને માની સુમનલાલને છોડી તમારી સાથે રહેવાને તૈયાર થઈ હોત તો આજ લોકો એના સામુ જુવત કે ! બીચારી હજી સુમનલાલને પરણે ત્યારે ખરી ! એ તો સારું છે કે તરલાની પવિત્રતા માટે કોઈ શબ્દ કહી શકે એમ નથી. સુમનલાલ જનુની નથી અને ચંદા બહેન જેવાં વચમાં છે. બાકી તરલાનું શું થાત ? તેમાં તમને શું છે તમને તો મનમાન્યું થાત ! પુરૂષો ખરાબ–એમાં બહાદુરી મનાય છે ત્યાં સુધી આપણી કે કોઈની સમાજ સુધરવાની નથી. નિર્દોષતા અને લાગણીને વશ થઈ ખેંચાતી સ્ત્રી કરતાં ખેંચનાર અને પછી ત્યજનાર પુરૂષને જ ફાંસીએ ચડાવવા જોઈએ. ભૂજંગલાલ માફ કજોજે. પણ આજ ઘણા દિવસનો ઉભરો કાઢ્યા વિના રહેવાયું નહી.'


  1. ૧ ચાલુ.