પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


'તરલાને ? વીણા! એ કોઈ દિવસ હવે સારો અભિપ્રાય આપે? તારી સાથે જઈને તો એની ક્ષમા માગવા ધારું છું.'

'લગ્ન-સ્નેહને પણ કસોટીની જરૂર છે.'

એટલામાં કિશોરીલાલ આવ્યા અને વીણા ચાલી ગઈ. ભૂજંગલાલ આશાનિરાશામાં ઝોલા ખાવા લાગ્યો ને આખા દિવસના થાક પછી નહાવા પછી થાક ઉતરી જાય ને શરીર હલકું લાગે તેમ વીણાની સાથેની વાતથી વધારે પવિત્ર , નમ્ર બન્યો હોય, હૃદયમાં શાતિ થઈ હોય એમ ભાસ્યું. કિશોરીલાલની રજા લઈ, ફરી મળીશું કહી બહાર નિકળ્યો અને ભૂજંગની વીણા કરવા આવેલો ભૂજંગ વીણાનો ભૂજંગ બની ગયો.


પ્રકરણ ૧૫ મું.
કાયદો, ન્યાત કે આપઘાત.

મુંબઈમાં કોટમાં ફ્લોરા ફાઉન્ટન આગળ મેડોઝ સ્ટ્રીટના નાકા પાસે એક ઉંચા મકાનના ત્રીજે મજલે મેશર્સ માકુભાઈ ધનજી શાહ અને કંપનીની સેલીસીટર્સની ફર્મ છે. આ પેઢીમાં આજ હંમેશાં હોય છે તેમ સાંજ પડવાથી અસીલો, બારીસ્ટરો અને બીજાની પુષ્કળ ધમાલ હતી. આ આખો મજલો આ પેઢીએ રોક્યો હતો. શરૂઆતમાં પટાવાળો પાટ ઉપર બેઠો બેઠો પેરણ શિવતો હતો. અંદર બારણા આગળ એક સુકલકડી, નંખાઈ ગયેલો ગુજરાતી જવાનીયો ટાઈપ કરતાં કરતાં હજાર વાર આશાયેશ લેવા ખુરશી ઉપર અઢેલી બેસતો. પણ મેજ ઉપર ટાઈપ કરવાનો થોકડો જોઈ વળી પાછો કામે લાગતો. ઓફીસમાં જુના અને ઘરડા થયેલા બીજા કારકુનો કોઈ કોઈ વાર ટીંખળ કરતા પણ આ જુવાનીઆથી હસાતું જ નહી. બીજી બાજુ એક રાવ સાહેબ કાળી ટોપી પહેરી બેઠા હતા. નાનાં ચશ્માં કપાળે ચઢાવ્યાં હતાં. એક બાજુ ઓફીસના કાગળો વિખરાયેલા