પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૯
મંડળ મળ્યું.


પ્રકરણ ૧૮ મું.
મંડળ મળ્યું.

દાદરમાં વસન્તલાલના બંગલામાં આજ ઉત્સાહ-ચિંંતા-ધાંધલ હતાં. અરવિન્દ, સુમનલાલ ઉપરાંત બીજા કેટલાક મહેમાનોની આજ પરોણાગત કરવાની હોવાથી ચંદા વહેલી ઉઠી રસોઇની ખટપટમાં પડી હતી. વસન્તલાલ ધરમાં બહારની વ્યવસ્થામાં રોકાયો હતો. છોકરાંને તો આજ હૈયામાં હરખ માતો નહોતો. જમવાનું હતું: સુમન ફુવા, અરવિન્દ કાકા આવવાના હતા. વસન્તલાલ આજ ઉત્સાહભેર ફરતો હતો, પરંતુ સુમનલાલનું મુંબઈ આવવાનું કારણ જાણ્યું હતું ત્યારથી તરલા ખાતર એનો જીવ ઉદ્વેગમાં *[૧] હતો. કેમ કરતાં તરલાનું ઠેકાણું પડે અને સુમનલાલ સમજે એજ ચિંતા હતી, અને ચંદાને ગમે તેમ કરી શાન્તિ ફેલાવવા કહેતો હતો. ચંદા બિચારી તરલા માટે મરી પડે એમ હતી. પોતે ભૂજંગલાલનું સાંભળી સુરત ગઈ હતી; શરતમાં તરલાની સ્થિતિ જોઈ હતી અને તરલાની સાથે વાત કરી સુમનલાલ પ્રત્યેનો સ્નેહ જાગૃત કરાવી આવી હતી, છતાં પાછું આમ કેમ થયું એ ચિંતા હતી. ચંદાને તરલા સંબંધી જ વ્યવસ્થા કરવાની હતી તો તે આટલી નિરાશ ન થાત. પરંતુ અરવિન્દ આવ્ય્ છે એ ખબર મળતાં જ પોતાની નાની બહેન લીલા સાંભરી. લીલા ને અરવિન્દનું ચોકઠું બેસે તો ગંગા ન્હાઈ એમ એને થતું હતું. પણ અરવિન્દ માનશે કે કેમ તે શક હતો. અરવિન્દ બબેવાર મુંબઈ આવી નિરાશ થઈ પાછો ગયો હતો તે પછી એને હવે કેમ કહેવાય ?

આમ પોતાપિતાની ઉપાધિથી *[૨] ચિંંતાગ્રસ્ત થયેલાં પતિપત્ની મહેમાનો માટે વ્યવસ્થા કરતાં હતાં ત્યાં મહેમાન આવવા મંડ્યા. હસતે મ્હોડે ને ઉછળતે હૃદયે વસન્તલાલ અને ચંદા મહેમાનોને


  1. ૧. ચિંતામાં.
  2. ૨. જંજાળ.