પૃષ્ઠ:Tarlaa.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૬
તરલા અથવા ઉર્મિનો આવેગ.


પ્રકરણ ૨૬ મું.

ગૃહજીવન

અરવિન્દ પરણ્યો–ભૂજંગલાલના હાથમાં જતી લીલાને પોતાની કરી, મનની ઉમેદ પાર પાડી; ગામડાંના જીવનમાં–નવા વાતાવરણમાં લીલાને થોડાક માસ ઓર મજાહ આવી હતી, અને પતિના વ્હાલમાં ગામડાના નિર્દોષ સાદા જીવનમાં લીલાને અણગમતું આવ્યું નહી, અને અરવિન્દને એમજ લાગ્યું કે 'દુઃખી થઈશ' એ કલ્પના ખોટી હતી. અરવિન્દને લગ્નજીવન–પતિપત્નીના જીવન માટે જૂદા જ વિચાર હતા. 'મોટી વયે, એક બીજાને કાંક ઓળખ્યા પછી, પરણે એ દુઃખી થાય જ કેમ! અભણ, માબાપે પરણાવેલા, પરણવાનું સાંભરતું એ ન હોય એવા હિંદુભાઈઓનાં ગૃહજીવન શાન્ત, આનંદમાં ચાલે છે તો પછી કેળવાયેલા કુટુમ્બમાં શા માટે અસંતોષ, ક્લેશ હાય ? બીજાનું ગમે તેમ હો પણ હું તો મારી લીલાની સાથે આનંદમાં દિવસો પસાર કરીશ, લીલાને હું ચાહું છું, એ મ્હને ચાહે છે. પ્રભુના પ્રેમની જાણ છે. બીજાને સુખી કરવા એજ અમારી ઈચ્છા છે, પછી શું? અત્યારસુધી હું એકલો હતો, ત્યારે જીવનમિત્રની જરૂર હતી તે સમજ્યો. મ્હારે ગૃહિણીની જરૂર હતી તે મળી; મ્હારે મ્હારાં કર્તવ્યોમાં ભાગીદારની જરૂર હતી તે મળી, મ્હારે મ્હારા સ્નેહનું પાત્ર જોઈતું હતું તે મળ્યું. હવે શું? અમારે શું દુ:ખ છે ? વતન છે, જાગીર છે, એ હું સાચવીશ તો ખાવાપીવાની કે બે પૈસા વાપરવાની તંગી પડવાની નથી. અમારે ક્લબ કે સોસાયટીની શી જરૂર છે ? લીલા મારું ઘર સાચવે, મહેમાન પરોણાનું સ્વાગત કરે, ગરીબ ગામડીયાના હૃદયમાં કંઈ સારા સંસ્કારે પાડે, એમનાં દુ:ખ એમની સાથે ભળી ઓછાં કરે. સ્ત્રીઓ માટે સ્થાપેલી કન્યાશાળામાં જઈ અવારનવાર સૂચના કરે, બિચારી અજ્ઞાન સ્ત્રીઓમાં ગામડાંમાં