પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૩
જુગલભાઈ.


પ્રકરણ ૨૭ મું.
જુગલભાઈ.

મુંબાઈમાં ચીંચપોગલીના રસ્તા ઉપર એક હોટલ છે. આ હોટલના બારણા ઉપર “હિંદુ હોટલ-ખાવા, પીવા, રહેવાની સોજી સગવડ-એક વખત અનુભવ કરો” એવું પાટીયું માર્યું હતું. એક બાજુ કોટની તાજમહાલ કે મેજસ્ટીક હોટલ ને બીજી બાજુ આ ગંદીગોબરી હોટલ. હોટલના નામને લજાવનાર પેથાપુરી બ્રાહ્મણ મેલથી કાળું થયેલું જનોઈ ને કાળું ધોતિયું પહેરે શરીર ઉપર દાદર થયેલી એ આ હોટલનો માલિક હતો. હોટલમાં સોજી સગવડમાં દિવસના પણ અંદર થતાં કાળાં કામ ન જોવાય એટલા માટે સુરજનાં કિરણ પણ જઈ શકતાં નહીં ! અંધારી ઓરડીમાં માકણથી ભરેલી ગોદડીયો, ચીમની વગરના ધુમાડાના ગોટેગોટ નીકળે તેવા દિવા, ચિત્રવિચિત્ર સ્ત્રી પુરૂષો, તેમની ન છાજતી વાતો અને વર્તણુક આ ઉત્તમ હિંદુ હોટલમાં જણાતાં હતાં !

અરવિન્દ અને લીલા આવ્યાં ત્યારે જુગલની સ્થિતિ તેમના ધાર્યા કરતાં વધારે ગંભીર હતી. પોતાના ભાઈને આવા ત્રાસદાયક મકાનમાં મૃત્યુપથારી પર પડેલો જોઈ અરવિંદ ખરેખર મુંઝાયો. પોતે જ્યારે જ્યારે મુંબઈ આવતો ત્યારે કાં તો વાલકેશ્વર કે પરામાં રહેતા ધનાઢ્ય મિત્રને ત્યાં ઉતરતા કિવા ઉંચામાં ઉચી હોટલમાં રહેતો. સેકન્ડ કલાસમાં જ મુસાફરી કરતો, દર ત્રિજે દિવસે કપડાં બદલતો, ગાડી-ઘોડામાં ફરતો અને ઘેર આગળ નાનું સરખું રાજ ભોગવતો, તેનો ભાઈ આવી સ્થિતિમાં અને એ પણ ખૂબી જ કે આજે એ જ ભાઈની સારવાર કરવા માટે એવી જ હોટલમાં રહેવાનો વારો આવ્યો. મુંબાઈ જેવા શહેરમાં રસ્તાઓ પહોળા થાય, ચાટલા જેવા થાય, તેને માટે જેટલી તજવીજ કરવામાં આવે છે તેની અર્ધી જ તજવીજ જો આવી હોટલો સુધારવામાં, લોકોને રોગના ભોગ થતા અટકાવવામાં થતી હોત તો મુંબાઇ અલબેલી નગરી જ