પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


થાત. પરંતુ મહાન કવિ ગોલ્ડસ્મીથ કહે છે તેમ The Rich makes the law & the law grinds the poor.

અરવિન્દ અને લીલાને મુંબઈમાં બીજે ઉતારવાની જગા નહોતી એમ નહી, પરંતુ પોતાના ભાઈને માટે આવેલાં એટલે તેઓ પણ બરાબર આ જ જગાએ આવ્યાં આવ્યાં ઉત્તમ હોટલમાં પણ જગા પુરાઈ ગઈ હતી અને માંડમાંડ પાછળ ગલીમાં પડતી એક રૂમ આ પતિપત્નીને મળી. પોતાની ઓરડીમાં સામાન મુકીને તરત જ લીલાને છોડી અરવિન્દ ભાઇની ઓરડી તરફ દોડ્યો. ઓરડીનું બારણું ઉઘાડતાં જ ગંગા સામી મળી.

'ગંગાભાભી ! જુગલભાઈને કેમ છે ?'

'અરવિન્દભાઈ! તમે આવ્યા ? આવશો કે કેમ એની મને ખાત્રી નહોતી. અમારી સામું જોયું તો ખરું. પ્રભુ તમારું કલ્યાણ કરે. ભાઈ! તમારા ભાઈ આખર છે, તમારું નામ જ રટ્યા કરે છે. એકલા છો કે સાથે લીલાબહેન છે ?'

અરવિન્દને ઉત્તર આપવા વખત નહોતો, ઉત્સાહ નહોતો, એનું ધ્યાન કેવળ જુગલમાં હતું. જ્યારે જુગલભાઇનું મ્હોં જોઉં એજ એની ઈચ્છા હતી. ગંગા જેટલી વાર કરતી તેટલી અધીરાઈ વધતી હતી. ગંગા અને અરવિન્દ વાત કરતાં હતાં ત્યાં લીલા આવી પહોંચી અને લીલાએ ગંગાને પહેલવહેલી જ જોઈ ગંગાને જોતાં લીલાને તીરસ્કાર ઉત્પન્ન થયો. પોતાના પતિને આવી સ્ત્રી સાથે વાત કરતાં જોઈ ક્રોધ ચડે અને જુગલને જોવા આવેલી–જુગલની સારવાર કરવા આવેલી-લીલા 'હું તો આપણા રૂમમાં બેઠી છું' કહી ચાલી ગઈ. અરવિન્દ લીલાનો સ્વભાવ જાણતો હતો. એની ટેવો એને માલુમ હતી અને એટલા જ માટે સાથે ન લાવવા ધાર્યું હતું, પરંતુ તેમાં તે ન ફાવ્યો. અરવિન્દ ગંગા સાથે ભાઈ પાસે ગયો.

ગંગાએ સામેનું બારણું ઉઘાડયું અને જે દેખાવ અરવિન્દની નજરે પડ્યો તે કમકમાટી ઉપજાવવા બસ હતો. બારણું ઉઘડતું