પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૭
શાન્ત કુટુમ્બ.


એકલું જવું પડ્યું અને લીલા મુંબાઈ રહી. જુગલભાઇના મંદવાડ માટે તે ન આવી હત, એના હૃદયમાં ફેરફાર ન થયો હેત, તે તો કદાચ લીલા કાઠિયાવાડ જવાનું કદિ પણ મન ન કરત. પણ હાલ તેમ નહોતું. બસ ક્યારે નાહીધોઈ ઉઠુંને મહારે અરવિન્દપાસે જાઉં. મુંબાઈ ને મુંબઈના જીવન માટે પોતે થોડા સમય ઉપર મરી પડતી, બેન્ડસ્ટેન્ડ, મહાલક્ષ્મી કે ચોપાટી, સીનેમા, નાટક ને પાર્ટી, કૉન્સર્ટ માટે મરી પડતી, તે મુંબાઈ ઉપરથી એનો મોહ જતો રહ્યો. એ શાન્ત જીવનમાં જ સુખ જેવા લાગી. પુત્ર પ્રાપ્ત થતાં નાહ્યા પછી એણે પતિને પત્ર લખ્યો.

બીજું, વ્હાલા, શિર મૂકી જ્યહાં ભાર લાગે ! શું કહેતાં,
ત્યાં સુતેલું વજન નવું વીતી ઋતુ એક વહેતાં.
ગોરું ચુસે અખૂટ રસથી અંગુઠે પય જેવો,
આવી જોઇ, દપિત ઉચરો લોચને કોણ જેવો.

અરવિન્દને પત્ર મળતાં જ મુંબાઈ જવા તત્પર થયો અને પોતાની લીલા નવા જીવનમાં આવી હતી તેને વધાવવા ગયો. મુંબાઈ આવતાં જ લીલાને મળ્યો. આ જ સ્થળે અરવિન્દને મયદાનીયા, આ જ ઘરમાં ભૂતકાળમાં ઘણાં વર્ષ અગાઉ પોતાને ના પાડેલી તે અને ભૂજંગને મળેલો આવકાર સાંભર્યો. ત્યાંથી લગ્ન પછી કાઠિયાવાડ અને ગામડાંના જીવનથી કંટાળેલી લીલા, જુગલના મંદવાડ વખતે મુંબાઈ જવા તલપાપડ થયેલી લીલા અને જુગલભાઈના મંદવાડ વખતે તનતોડ મહેનત કરતી લીલા તે આ જ કે આ કોઈ બીજી એમ વિચારવા લાગ્યો. ત્યારપછી સુવાવડમાં મૃત્યુ કિનારે પહોંચેલી લીલા આજ પતિપત્નીના સ્નેહની ગાંઠ રૂપ પુત્રને આપતી જોઈ અરવિન્દ પ્રભુનો ઉપકાર માનવા લાગ્યો, અને જ્યારે કેટલાંક કુટુમ્બોમાં લગ્ન પછી વર્ષો વિતતાં સ્નેહને લોપ થાય છે ત્યારે પોતાને ત્યાં સ્નેહ જામતો જોઈ આનંદ પામવા લાગ્યો. યુવાવસ્થામાં શારીરિક સુખો ઉપર જ એ મોહરૂપ સ્નેહ હોય છે. પતિ કે પત્નીની ઇચ્છાઓ પુરી પડે–પુરી પાડવાની તીવ્ર ઈચ્છા કે શક્તિ રહે ત્યાં