પૃષ્ઠ:Tarlaa.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


'એમ કેમ ? કોઈ વખત ગરમાગરમી ભજીયાં કે એવી જ આકર્ષક વસ્તુ હોય તો મન રહે ખરું ?'

'એટલો હૃદય ઉપર કાબુ ઓછો. લાગણી ત્હમારે તાબે નહીં પણ ત્હમે લાગણીને તાબે.'

“ હું મશ્કરી કરતો નથી. જનસમાજમાં તમારે અનેક કર્તવ્યો કરવાનાં છે, અનેક સંસ્થામાં કામ કરવાને અંગે કોઈ બુદ્ધિશાળી નમ્ર યુવતિના પ્રસંગમાં આવ્યા, ત્હમારી પત્ની કરતાં ત્હેમાં કાંઈક વિશેષતા જુવો, ત્હમારા જીવનનાં કર્તવ્યમાં સહાયભૂત થાય એમ લાગે તો પછી શું કરવું ? એક જુની રૂઢીને વળગી જેની સાથે તમને આનંદ ન પડતો હોય એવો ભાર વીંટાળી ફરવું કે કુટુમ્બની, લોકોની દરકાર ન કરી નવું જીવન ગાળવું ?'

'માફ કર, મ્હારે ત્હારા વિચારો નથી જોઈતા, સંસારમાં એમ તો અનેક સ્ત્રીપુરુષ સંબંધમાં આવે ને આવવાના. જેનાથી આજ સંતોષ તેનાથી કાલે અસંતોષ. એનો છેડો ન આવે ને સોસાયટીનું બંધારણ તૂટી જાય. એવી Individual freedom–વ્યક્તિ સ્વાતંત્ર્ય લાભને બદલે નુકશાન કરે. પછી પશુતા અને માણસાઈમાં ફેર શો? એ વૃત્તિ કબજે ન રહે તો પછી અસંતોષ વધે. એ નભાવવા, સુખ માનવા, સુખ કાઢવા, વૃત્તિઓને કબજે ન રાખવાની ટેવથી જ પશ્ચિમના દેશોમાં સ્નેહલગ્ન, સ્વાતંત્ર્યલગ્ન છતાં આટલા છેડાછૂટકા થાય છે. ત્હમારા કહેવામાં કાંઈ વજુદ નથી. એ તો લાગણીઓ જેમ દોરાવે તેમ દોરવાવું. કવિઓ-સ્વર્ગીય સ્નેહના વકીલો ગમે તેમ કહે, પણું અને એમાં દુઃખ જ છે. એમ હોય તો સ્નેહ શાનો? એક વસ્તુને ત્હમે અત્યંત ચાહતા હો તો પછી બીજીને ચહાવાય જ શી રીતે? એ તો મોહ !'

'પણ એવું નીકળે તો ?'

'એવાની તરફ મારી લાગણી નથી. પુરૂષ કે સ્ત્રી લાગણીથી દોરાઈ સંજોગવશાત્ ભૂલ કરે પણ ભવિષ્યમાં પ્રભુનો ભય રાખી, સંસારની