પૃષ્ઠ:Tarlaa.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


'તરલા! તમારી ભૂલ છે. એ સ્નેહ હતો જ નહી.'

'બહુ થયું, ભૂજંગલાલ ! એ દુષ્ટ શબ્દ વાપરવો મુકી દ્યો. એ સ્નેહને નામે કાંઇક ઘરો ભાગ્યાં. એ સ્વર્ગીય સ્નેહને નામે અનેક કુટુંબ પાયમાલ કરી નાખ્યાં. વર્ષોનાં વર્ષો બાળબચ્ચાં સાથેના કુટુમ્બની ખાનાખરાબી એ સ્નેહને નામે થઈ. અનેક પત્નીઓ-પ્રેમાળ પત્નીઓ પતિના બીજીની સાથેના સ્નેહને લીધે સંસારમાં નિરસતા લાગતાં મરી ગઈઓ. સાચો અને ખોટો પ્રેમ અને લાગણીનો ભેદ કોણ સમજ્યું? કોણે સમજાવ્યો?'

તરલા આવેગમાં ને આવેગમાં બેલી, પણ પછી તેને થયું 'ભૂજંગલાલને આમ કહેવાનો મ્હારો શો હક્ક ! હક્ક કોણ જાણે કેમ હક્ક હોય એમ થાય છે. ત્યારે એ સાંભળે છે કેમ ? અરેરે! આમ ગમે ત્યારે ગમે તે વિષય ઉપર પુરૂષો સાથે વાત કરવામાં હરકત નહી એ નવી માન્યતાથી ખરે નુકશાન થવાં જ જોઈએ. ' તરલા લાલ-લાલ થઈ ગઈ. આખું શરીર ધ્રુજતું હતું છતાં હિંમત રાખી બોલી, 'ભૂજંગલાલ! ઘણા વખતથી ત્હમને કહેવાની વાટ જોતી હતી. તમને મળીશ અને કહીશ એ ઈચ્છાથી જ હું આવી હતી. આજસુધી કોઈ ધનેતરથી પણ હું અંજાઈ જતી નહીં તે કોણ જાણે કેમ તમારાથી અંજાઉં છું, અને તે સાથે ત્હમે મને દીલગીર પણ કરી છે.'

ભૂજંગલાલ તરલા સામું–તરલાની સુંદરતાની મનમાં તારીફ કરતો જોઈ જ રહ્યો.

‘ત્યારે તમારે મારી પાસે શું કરાવવું છે?'

'એટલુંજ કે મુંબાઈ કે લાલી જાઓ, લીલાની માફી માગો અને લીલાને- '

'બોલો, બોલો, આ તમારી જીભ કહે છે કે મન? લીલાની માફી માગું ? લાનોલી કે મુંબાઈ જાઉં ?તમારી પાસેથી જાઉં?ને લીલાને મારી આપવા કહું? બોલો—બોલતાં કેમ અટક્યાં ?'