પૃષ્ઠ:Thag.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
 
અણધાર્યા ચોર
 


તે બાઈએ એકદમ લાલચોળ મુખ કરી નાખ્યું.

‘તમે મારા ઉપર આરોપ મૂકો છો ? તમને શરમ નથી આવતી ? કર્નલ સ્લિમાન ! આ માણસને બહાર કાઢો. નહિ તો હું તમને બધાને સજા કરાવીશ. હું નામદારનાં બાનુની સહીપણી કંપેનિયન છું તે ભૂલશો નહિ.’

અમે બધા ગભરાયા. કામદારનો તો જીવ જ ઊડી ગયો. આવી મહત્વની બાઈને માથે એક કાળો માણસ આવું આળ ચઢાવે એ તેને ભારે અપમાનકારક લાગ્યું. તેણે પણ આંખ ચઢાવી મારી સામે જોયું. કારણ મારા મિત્ર તરીકે જ કામદારને મેં સમરસિંહની ઓળખાણ આપી હતી. હું ગૂંચવણમાં પડ્યો. સમરસિંહમાં મને ઘણી જ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. અને અત્યારે મારી સ્થિતિ બહુ જ કફોડી હતી, ખોવાયેલો હાર હું શોધી લાવ્યો. તે આપવા માટે ધાંધળ કરી બધાંને જગાડ્યાં અને આવતી વખતે મારી પાસેથી હાર પાછો ગુમ થઈ જાય ! શોધવામાં સમરસિંહ સિવાય બીજો કોણ સહકાર આપે એમ હતું ? અને એ તો નામદાર બાનુનાં સહીપણીને જ માથે હાર ચોરાયાનો આરોપ મૂકી રહ્યો હતો ! મારે કરવું શું ?

એક ક્ષણમાં સમરસિંહે મારી મૂંઝવણ પરખી લીધી.

‘સાહેબ ! તમારે ઊંચો જીવ રાખવાનું કારણ નથી. તમે આ નામદાર સાહેબને જાહેર કરી દ્યો કે આ બાઈને અમે હાર સોંપેલો છે, અને પછી ચાલવા માંડો.'

સમરસિંહની આ નફટાઈ મને ઘણી જ ભારે લાગી. પરંતુ સૂક્ષ્મ રીતે જોતાં મને પેલી બાઈના મુખ ઉપર કાંઈક ફેરફાર થતો લાગ્યો.

‘શું ? રસ્તે જતા માણસ ઉપર તમે આ પ્રમાણે દોષ નાખી દેશો ? મને કશી જ પરવા નથી. હાર લાવ્યાનું માન આ પ્રમાણે તમારે ખાટી જવું હશે, ખરું ?' તે બોલી.

કામદારે સમરસિંહને ધમકાવવા માંડ્યો.

‘તમે બેદરકારીથી. બિન જવાબદારીથી ભળતું જ બોલ્યે જાઓ છો ! તમને એના પરિણામની ખબર છે ? તમારું અને સાથે સાથે સ્લિમાન