પૃષ્ઠ:Thag.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
મારા તંબુમાં
 


મારા શરીરને સખત ઠંડી લાગવા માંડી. મારે ગળે ફાંસો દેવાયો હતો તેનો ગૂંગળાટ થઈ બેભાની આવતાં મૃત્યુનાં દ્વાર હું દેખી ચૂક્યો હતો. શું મારો નવીન જન્મ થયો ? અગર તો શું મને સ્વપ્ન આવ્યું હતું ?

હું સફાળો બેઠો થઈ ગયો. એક મોટા વૃક્ષની છાયામાં કામળી પાથરેલી હતી અને મારા દેહ ઉપર પણ કામળી ઓઢાડેલી હતી. સવાર પડવા આવ્યું હશે એમ મને લાગ્યું. હું અહીં ક્યાંથી ? કઈ જગ્યાએ ? મારા મનને મેં સ્થિર કર્યું. ધીમે ધીમે અજવાળું વધવા લાગ્યું અને ટાઢમાં બંને કામળીઓ ઓઢી મેં રસ્તો ખોળવાનું શરૂ કર્યું. તુરત મને સમજાયું કે હું મારી છાવણી કરતાં પા ગાઉથી વધારે દૂર નહોતો. મને હિંમત આવી અને પગ જોરમાં ઊપડ્યો.

રખવાળોના તંબુ પાસે આવતાં જ તેણે મને ઓળખ્યો અને સલામ કરી. તેમના મોં ઉપરથી જ મને લાગ્યું કે મારી ગેરહાજરીથી છાવણીમાં ગભરાટ ફેલાયો હતો. આખી રાત માણસો શોધખોળમાં રોકાયા હતા. હું મારા તંબુમાં ગયો. મારી સાથે શિકારે આવેલા તેમ જ બીજા અમલદારોએ આવી બહુ ખુશી પ્રદર્શિત કરી.

‘કોઈ ઠગની સાથે ઝપાઝપી થઈ લાગે છે.' એક જણે મારું નિરીક્ષણ કરી કહ્યું.

‘શા ઉપરથી કહો છો ?' મેં પૂછ્યું.

‘આ ગળે ઠગનો રૂમાલ વીંટ્યો છે ને ? આપની જીતનું આ ચિહ્ન આપ ઠીક લાવ્યા છો.'

મેં સંમતિ આપતાં હાસ્યનો ડોળ કર્યો, પરંતુ હું ચમકી ઊઠ્યો. મને અત્યાર સુધી ખબર જ નહોતી કે રાતનો રેશમી રૂમાલ હજી મારા ગળાથી ખસ્યો જ નથી. બનેલા બનાવની હકીકત નિરાંતે બપોર પછી કહેવા અને તત્કાળ સહેજ આરામની જરૂર હોવાનું કહી સર્વને મેં વિદાય કર્યા, અને મારે ગળે લટકતો રૂમાલ મેં કાઢ્યો. રૂમાલને એક છેડે કાંઈ બાંધેલું હોય એમ લાગ્યું. મેં તે છોડી જોયું અને એક નાની કાગળની કાપલી બહાર