પૃષ્ઠ:Thag.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮: ઠગ
 

જાણવામાં આવી ત્યારે હું આશ્ચર્યમાં ડૂબી જ ગયો. છૂપી રીતે આટલા આટલા લોકો, રાજાઓ અને પ્રજાઓ સાથે સંબંધ રાખતી ટોળીનો શો ઉદ્દેશ હશે ? મને સમજ ન પડી. પેલા યુવક અને સાધુની બુદ્ધિ માટે મને માન હતું તે એકદમ વધી ગયું, અને મને સમજાયું કે આવી વિસ્તૃત અને ગૂંચવણભરી ચળવળના આગેવાનોમાં ઊંચા પ્રકારની દક્ષતા અને ચાલાકી નિઃસંશય જરૂર હોય.