પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજો: નથી.* પણ હા, હું બધું આપી દેવા તૈયાર છું - પણ તે જેમની પાસેથી આપણે એ મિલકત પડાવેલી છે તેમને – એટલે ખેડૂતોને જ. અને મારે આમને આમ ચાલવા દેવું નથી, પણ સોંપી દેવી જ છે, માટે વકીલ આવ્યા છે તે સારું જ થયું છે. હમણાં જ એ માર્ગે લાગીશ. ગ્રીનઝસ્ટફી: ના, ના, એવું ભયંકર કામ કરશે નહિ ! આ ખરે જ તમારું ઘાતકીપણું છે. તમને મિલકત રાખવામાં પાપ જણાતું હોય, તોયે તે મને જ સોંપી દે. ( રડે છે). નવુઢ : તું શું કહે છે તે તું સમજતી નથી. જે હું. તને સંપું તો હું તારી સાથે રહી નહિ શકું. મારે ઘર છોડીને જવું જોઈશે. આવી સ્થિતિમાં મારાથી જીવન ગાળી શકાય એમ નથી. મારે નામે નહિ અને તારે નામે પણ ખેડૂતનું લોહી ચુસાતું રહે અને તેઓને બંદીખાનાં પાછળ પહેલા અંકમાં પા. ૪૭ પર નકુલે કહેલું કે “મારી પાસેથી મિલકત લઈ લો'; ત્યાર પછી અંક ૨ જે, પ્રવેશ ૧ લે પા ૬૧ મે હજારેક રૂપિયાનાં ઉત્પન્નની જમીન રાખી મૂકવા જાતે જ સૂચના કરી હતી. આ વિરોધી વિચારો ટોલ્સ્ટોય અને એની પત્ની વચ્ચે જમીન તથા પુસ્તકોના હકની વ્યવસ્થા વિશે જે મતભેદ હતા, અને તેને અંગે ટોલ્સ્ટોયના વિચારોમાં જે ફેરફારો થયા કરતા હતા તેને અનુસરીને છે. ૯ઢેચના અંગ્રેજી અનુવાદક. આ વાક્ય નવું છે. અને વકીલ સાથેનો આ સંવાદ મારે જેલો છે.