પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પર અંક ચેાથે મારે તે પહેલી છાપ પાડવાને માટે કેટલી મહેનત લેવી પડશે. તમને મારા કરતાં ચાળીસ ટકા વધારે અનુકુળતા છે. વનરાગ : પણ તમે તો ઝમક્રાઝ છે, અને હું તો એક નાનકડો છોકરો જ છું. . આ સંચઃ હજુ હું જમાઈ થયું નથી, અને છોકરી રહ્યો નથી. wાવળ : વના, જરા મારા ઓરડામાં જઈને મારો પેલો પરચૂરણ ડખો છે, તેમાંથી ગુંદર અને પિન-પડીકું લઈ આવને ! પણ જેજે, હ ! મહેરબાની કરીને કાંઈ ભાંગતોફાડતો નહિ ! વનરાજ : એકેએક ભાંગી નાંખીશ ! [ દેડી જાય છે.]. સંનય : લાવણી ! લાવણી કહું ? હું કેટલે સુખી છું !... મારે ઘેર તાર કરીને જણાવું ? વળા: હા, આજ રાત્રે. સંજ્ઞા : એક બીજું પૂછવાનું. રાયજીને આથી શું લાગશે ? તે – તમે – એમને કહ્યું ? . વળી : ના, કહ્યું નથી; પણ કહીશ. ઘરની બીજી બાબતની જેમ આમાં પણ તેઓ કહેશે કે ‘ તમને ઠીક લાગે તેમ કેરો.' પણ એમનું અંતઃકરણ દુ:ખાશે ખરું. સંનય : હું ચંપાવત નથી માટે ? અને હું મોટો જમીનદાર છું માટે ? , શ્રાવ : હા, પણ એમને ખાતર મેં મારા અંતરમાં ખૂબ ઝઘડો કર્યો, અને મારી જાતને છેતર્યા કરી. અને હવે એમને ને ગમતું કરું છું તેનો અર્થ એ નથી કે મારા એમના