પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ૧૬૫ રજુસ્ટ : એ હું માનતો નથી. ) ( મીન×સ્ટ : એણે પોતે લીલાને લખ્યું છે ! લીલા તમને એ કાગળ બતાવશે. આવા પ્રકારનું મત પરિવર્તન સ્થિર રહી શકતું નથી. એ જ વાત તારાની; અને પેલા દબદરી કાત્તિકની તો હું વાત જ નહિ કરું, કારણ કે એને તો આજે ફાયદાની વાત છે ! નવુઈ : (ગુસ્સે ભરાતા) ભલે, કંઈ હરકત નહિ. હું માત્ર તમને જ આ સમજવા કહું છું. હું હજુયે માનું છું કે સત્ય તે સત્ય જ છે! આ બધાંથી હું સમસમી રહ્યો છું, અને ઘેર આવીને જોઉં છું તો દીપમાળા પૂરી છે, રાસડા લેવાય છે, અને જ્યારે હજારો લોકોને પેટ ભરવાનાં સાંસા છે, ત્યારે અહીં સેંકડો રૂપિયા કેવળ મોજશોખમાં ઊડે છે ! મારાથી આ રીતે નથી રહેવાતું. મારા પર દયા કરે ! મને મરવા જેવું દુ:ખ થાય છે. મને જવા દો, હું વિદાય માગું ! | મીનષ્ઠરુક્ષ્મી : તમે જશે, તો હુંયે તમારી પાછળ નીકળીશ. અથવા, તમારી સાથે ન આવી શકે તો તમારી આગગાડી નીચે પડતું મૂકીશ. ભલે બધાં - મિત્રા અને કાન્તાચે – પડે મેટા ખાડામાં ! અરે ભગવાન ! અરે ભગવાન ! આ કેવા જુલમ છે ! મારે જ નસીબે શું કામ આટલું દુઃખ ? આ બધું શા માટે ? ( રડે છે. ) - ન ર૪ : (દરવાજા પાસે જઈ) કાર્તિકરાય, તમે ઘેર જાઓ. હું માંડીવાળું છું. ( મીનળલક્ષ્મીને ) ભલે જાઓ, હું રહું છું. (ડગલો કાઢી નાખે છે ).