પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે [ એ જ બંગલામાં એક અઠવાડિયા પછી. હવેલીનું મોટું દીવાનખાનું. વચ્ચે ટેબલ પર ચાફીને સરંજામ. એક બાજુએ સતાર, હારમોનિયમ ઇ૦ વાજિંત્રો ગોઠવેલાં છે. મીનળલી , ચંદ્રિકારાણી અને પ્રતાપ ટેબલની આજુબાજુ બેઠેલાં છે. ] પ્રતાપ : રાણી, છેલ્લે આપણો જલસે કર્યો હતો, તે જાણે કાલે જ થયો હોય એમ યાદ આવે છે. તમે તેમાં રશનાનો ભાગ ભજવીને ગાયું હતું, અને હું......પણ હવે તો મારાથી સાદો આલાપે કાઢી શકાતો નથી... રાળt: આપણાં છોકરાં હવે આપણને ગાઈ સંભળાવી શકે, પણ હવે વખત બદલાઈ ગયો છે. પ્રતાપ : હા, હવે આપણે માત્ર વહેવારિયા બનતા જઈ એ છીએ... પણ તમારી દીકરી બહુ મીઠું અને ગંભીર ગાય છે. ક્યાં ગયાં છે છોકરાંઓ ? હજુ ઊધતાં તે ન હોય ?