પૃષ્ઠ:Trishanku.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દોજખમાં વિદ્યુતઃ ૩૧
 

રૂપિયા, પાંચ રૂપિયા કદી કદી ફેંકે છે. એને છોડી દઉ જરૂર. પણ તમે, ભૈયાજી ! તમારા શેઠ પાસે નોકરી અપાવશો ?' દર્શને ભૈયાની જ સિફારસ માગી.

ભૈયાની અને દર્શનની વચ્ચે થતી વાતચીતમાંથી ગરમી ઘટી જતાં લોકો ખસી ગયા હતા એટલે બન્નેને પોતાનાં હૈયાં ખોલવાની તક મળી ગઈ હતી. પોતાના શેઠની વાત આવતાં ભૈયાએ પોતાના શેઠ માટે અભિપ્રાય આપ્યો :

‘અરે જવા દો, બાબુજી ! એ બધાય શેઠિયાની વાતો ! એક એકથી ચઢે એવા ! ટાંકી બગડે, બત્તી તૂટે, રંગરોગાનનું નામ આવે, સમારકામ જરૂરી બને ત્યારે અમારા શેઠ પણ છૂ બની જવાના !.. અને પાઘડી લેવાની હોય ત્યાં હાજરાહજૂર !'

'એ તો ભાડુઆતોનાં જેવાં નસીબ ! પણ તમને તોં તમારો પગાર મળી જાય એટલે બસ !'

'અરે ભાઈ ! અમારી પણ એ જ મુસીબત છે ! ભાડાં ઉઘરાવીએ તો જ અમને પણ પગાર મળે ને?'

'અને બધાય ભાડું આપનાર મારા જેવા હોય ? તમે ગાઓ છો ને, ભૈયાજી ! ઘણીવાર "જૈસી જિનકી ચાકરી, ઐસા ઉનકો દેત !"... ચાલો, આપણે શરત કરીએ.. તમારા પગાર પેટે બહારોબહાર તમારા ભાગનું ભાડું સીધું તમને આપું... ભાડું બાકી, અને લો, આ તમારે જ માટે !' દર્શને કહ્યું અને બે રૂપિયા ખિસ્સામાંથી કાઢી. એણે ભૈયાના હાથમાં મૂક્યા. પૂરું ભાડું આપી શકાય એમ ન હોય ત્યારે ઘણા ભાડુઆતોને વ્યાજ પેટે ઉઘરાણી કરનાર ભૈયા અને પઠાણને રાજી રાખવાના કિસ્સા શોધી કાઢવા પડે છે.

'એ તમારે માટે જ છે, ભૈયાજીઃ આખું ભાડું બાકી... તમારું ગુજરાન પણ ચાલવું જોઈએ ને ? શેઠ પણ ન આપે અને અમે પણ ન આપીએ, એ કેમ બને ?’ દર્શનની દલીલ ભૈયાને ગળે ઊતરી ખરી. ભાડું શેઠને અત્યારે મળે એમ હતું જ નહિ. અને દર્શને આપેલા અંગત બે રૂપિયા પણ થોડી ક્ષણો પછી કાયમના જતા રહે એવો સંભવ હતો. એટલે ચાલુ પરિસ્થિતિનો સારામાં સારો અંગત ઉપયોગ કરી લેવાનું માણસ જાતે ખીલવેલું ડહાપણ વાપરી ભૈયાએ એ બે રૂપિયા રાખી લીધા અને જરા કડકાઈ ભરેલી સૂચના આપી તે બીજા ભાડુઆતની ખબર લેવા ચાલ્યો ગયો.

'ચાલો ! અત્યારની આફત તો ટળી !' કહી બારણું બંધ કરી ઠંડી ન પડતી ચાને ન્યાય આપવા દર્શને પ્રયત્ન કર્યો. ચાનો સ્વાદ એ પૂરેપૂરો