પૃષ્ઠ:Trishanku.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮:ત્રિશંકુ
 

પરંતુ તેને અધવચ અટકાવી સર્વવિજયી સુખલાલે કહ્યું :

'મોટો માફ કરજો કહેવાવાળો ! હા.. હા ! તને તો મારે કેટલો આગળ કરવો છે તેની તને ક્યાં ખબર છે ? આવતી કાલે શું લખવું તેનો વિચાર કરી રાખજે. હા... હા... હા...! ચાલો, કિશોરભાઈ ! સારું થયું કે તમે મળી ગયા છે. અમારા સારા લેખકનો પત્તો પણ આપે લગાડી આપ્યો. Thanks. એને મોકલી દેજો.' એટલું કહી સુખલાલ નમન કરી ત્યાંથી ચાલ્યા ગયા.