લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તરમું
સમાધાન

બે જણા ત્યાંથી સારી પેઠે દૂર નીકળી ગયાં ત્યારે ખૂણામાંથી નીકળીને દેવુ નાઠો. પાછળ કદાચ પેલો માણસ આવશે ને પકડી પાડશે એવી બીકે ફડક ફડક થતો એ માંડમાંડ રસ્તો પૂરો કરી શક્યો. આખે માર્ગે એના અંતરમાં ઊર્મિઓની ધુમાધુમ ચાલી. પણ બીજી બધી વાતોને વિસરાવે તેવો ભય એના અંતરમાં ઊઠ્યો. આ નવી બા શું કહેતી હતી ? શું દાદા આવી પહોંચ્યા હશે? તો તો એ મને મારશે. એ તો ઠીક, પણ દાદા કાલે આ નવી બાને નફટાઈથી કોર્ટમાં ઊભેલી જોશે તો એને શું થશે? આ ભાસ્કર એની કેવી દશા કરશે? આ માણસ કોણ છે ? એ નવી બા સાથે આમ કેમ વર્તન કરે છે? ને નવી બા શું દાદાને દેખી શરમાઇને નાઠાં? દાદા પ્રત્યે એને શું વહાલ છે? અદબ અને માન છે? હું જલદી જઇ દાદાને વાત તો કરૂં.

દેવુ ઘર પહોંચ્યો ત્યારે સાચોસાસ એણે દાદાને આવેલા દીઠા. પોતે જે ટ્રેનમાં આવ્યો તે પછીની બીજી જ ગાડીમાં દાદા રવાના થઇને ઉપવાસી મુખે મુસાફરી કરી આવ્યા હતા.

દેવુએ જઇને દાદા કશું બોલે તે પહેલાં જ કહ્યું, 'દાદાજી ! મને હમણાં ન વઢતા. હમણાં મને એક વાત કરી લેવા દો. નહિ તો