પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨: તુલસી-ક્યારો

ચુપ રહો તો બાપુ નહિ મારે. બાપુજી, હવે બાફોઈને ના મારો , એ કશું બોલતાં નથી, હો બાપુજી !'

'તું બહુ ડાહ્યલો ન થા, દેવુ!' વીરસુતે પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું.

સોમેશ્વર માસ્તર એ પોતાના ઓરડી તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા, ત્યારે તેને તેના દીકરા વિરસુતે વઢી ને કહ્યું:

'તમે જ એને બહેકવા દીધી છે હું કહી કહીને થાક્યો કે એને ગાંડાની ઇસ્પિતાલમાં મૂકી આવવા દો, ત્યાં એ સાજી થશે, એનો ત્યાં જ વહેલો છૂટકો થશે. પણ તમે તો એને જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ત્યારે ત્યારે આ હૈયાહોળી છાતી પર અને છાતી પર ને છાતી પર રાખી છે'

'ભાઈ, મેં સારા માટે જ ગાંડાંની ઇસ્પિતાલની ના કહી છે, ત્યાં એ બાપડીનું પોતાનું કોણ?'

'ને અહીં ક્યાંય મોટર કે ટ્રેનમાં ચગદાઈ જશે તો?'

'તો તે તેના પ્રારબ્ધની વાત બનશે, પણ ભાઈ, આપણે દેખીપેખી ને એને કુટુંબમાંથી કાઢીએ તો એનો જીવ અંદરખાનેથી કકળી ઉઠશે'

'એને ગાંડા માણસને એવું શું ભાન હોય ! તમે પણ કેવી..' વીરસુત હસ્યો.

'હું ઠીક કહું છું ભાઈ, જીવ કકળે.'

'તો હવે શું કરવું છે? કંઇ છૂટકો પતાવવો છે કે નહિ?'

'એક વાર હું જોઉં, એને ભેરવપુર લઈ જાઉં'