પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩૪ : તુલસી-ક્યારો


'નહિ કાઢી શકો. ને તે દિ' એક નહિ પણ બેનાં આંસુ લૂછવાં પડશે.'

'કેમ ભાઈ?'

'ત્યારે શું આ બબ્બે સંસારનું સત્યાનાશ કરનારો હીજડો...'

'હં...હં'

'સચું કહું છું : હીજડો : વીરસુત મારો ભાણેજ છે છતાં સાત વાર હીજડો. એના સંસારને તો પારકા જ માણવાના છે. ભણેલી ને સુધરેલી પોતાને કબજે ન રાખી શક્યા એટલે હવે પાછી એને ગામડાની ગાય ઘેરે આણવી છે.'

'હોય. ભાઇ જ્યેષ્ટારામ ! આપણે તો માવતર : જીવવું ત્યાં લગી છોકરાંના વ્યવહાર ખેંચવા જ રહ્યા ને.'

'પણ આનો વિચાર કર્યો?' જ્યેષ્ઠારામે ઊંઘતા દેવુ તરફ આંગળી ચીંધી.

'કાં?'

'એ તે કેટલીકને 'બા' 'બા' કહેતો ફરશે?'

વાત પૂરી તો નહોતી થઇ, પણ અધૂરા મુકાયેલા ત્રાગ જેવીએ એ જાણે કે હવામાં ઊડતી રહી. ને બેઉ ડોસા સૂતેલા દેવુને જગડીને અંદર પોતાના ઉતારામાં લઇ ગયા.

ડોસાઓને સરત નહોતી કે ગઈ રાત્રિના વાર્તાલાપનો ઉત્તરાર્ધ જ્યારે ચાલતો હતો ત્યારે દેવુ જાગી જઈને સાંભળી ગયો હતો. જ્યેષ્ટારામ મામાના છેલ્લા બોલ એને કાને રમતા હતા કે 'આ દેવુ તે કેટલીકને 'બા' 'બા' કહેતો ફરશે?' એ એક જ વિચારને દેવુએ