'આંહીં કોની સાથે આવેલ છો?'
એ બધા પ્રશ્નોના જવાબમાં દેવુએ ડળક ડળક થતે ડોળે આખી કથા કહી દીધી : દાદાજી મારી આ બાને ઘેરે લઈ જવા આવેલ છે. મારા પિતા ફરી લગ્ન કરવા માગે છે. દાદાજી કહે છે કે બા જો ઘેરે આવે તો નહિ સતાવીએ. અમારી જોડે સાચવશું. અમદાવાદ ન રહેવું હોય તો ન રહે.
આ બધું કહેતે કહેતે દેવુ કોઈની સામે જોવાની હિંમત નહોતો કરી શકતો. ફક્ત એ પીઠ ફેરવીને બેઠેલી કંચન સામે તિરછી ને ભયગ્રસ્ત નજર કરી રહ્યો હતો. મોં જેનું નહોતું દેખાતું તેનો ફક્ત બરડો જ દેખી વધુ વાકર્ષણ થતું હતું. સ્ત્રીના ચહેરા કરતાં સ્ત્રીનો પીઠ-ભાગ વધુ ભાવભરપુર હોય છે તેમ દેવુની આંખો કહેતી હતી. ચહેરા ચહેરામાં જુદાપણું હોય હે, બરડો સમાનતાનું પ્રતીક છે. નાના બાળકને નિશાળમાં લસરવાનું જે પાટિયું હોય છે તેની સૌ પહેલી કલ્પના કોઇક બાલપ્રેમી શિક્ષણકારને જનેતાના બરડા પરથી જ ઊપજી હોવી જોઈએ. લાખો કરોડો શિશુઓને લસરવાનું સ્થાન બરડો : માના બરડા ઉપર ચડીને ખભા પર થઇ ગલોટિયું ખાવાની નીસરણી બરડો : માનો બરડો !
શહેરની એક વ્યાયામ-સંસ્થાના ઉત્સવમાં પ્રમુખપદ શોભાવવા જવાની તૈયારી કરી બેઠેલી એ કંચનબાના અબરડા પર ઢંકાયેલો આછો સાળુ દેવુની ભયભરી તિરછી આંખોને શું શું બતાવી રહ્યો હતો? અધઢાંકી ફૂલવેણી: પાતળી ગર્દન ફરતી સાદી હાથીદાંતના પારાની માળા : કાનની બૂટે લળક લળક ઝૂલતા એરીંગ : આછા રંગનું પોલકું : ને પોલકા ઉપર અંબોડાની નીચેથી સીધી નિર્ઝરતી કોઈ રંગ-ત્રિવેણી સમી, પેલી હાથીદાંતની માળાની પાછલી રેશમી