પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪૦ : તુલસી-ક્યારો


'સિવિલ મેરેજમાં સ્ત્રીની સંમતિ પણ ન ચાલે કંચન.'

'ત્યારે?'

'હમણાં નહિ કહું. હમણાં તો ચાલ. જો આ લોકો ગાડી લઈ તેડવા પણ આવી પહોંચ્યા. ત્યાં સભામાં હું સ્ફોટ કરીશ. અત્યારે તો ચાલ બચ્ચા!'

એમ કહીને એણે ઊભા થઈ કંચનના મોંયે કપાળે વહાલભેર પંજો ફેરવી લીધો.