લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫૨ : તુલસી-ક્યારો


લઈ શહેર તરફ વળતી મજૂર સ્ત્રીને એણે કહી જોયું કે 'બાઈ બેસી જાઓ આ મોટરમાં, ને ભારી પણ અંદર ગોઠવી દ્યો. તમને શહેર સુધી પહોંચાડી દઉં.'

'ના રે મારા ભાઇ! તું તારે મોટર ફેરવ્ય ને  ! ઠેકડી શીદ કરછ?'

એમ કહેતો એ ભારાવાળી છોકરી પોતાની પાછળ ચાલ્યા આવતા મેલાદાટ મજૂરની રાહ જોઈ થંભી જતી, ને વીરસુત પાછળ ફરી ફરી જોઇ શકેલો કે બેઉ જણાં ગુલતાનમાં ચાલ્યાં આવતાં હતાં, છોકરી પોતાના ચીંથરેહાલ સાથીની અસભ્ય ચેષ્ઠાઓમાંથી પણ રોનક ખેંચતી જંગલ ગજાવતી આવતી હતી.

એકલવાયાપણાની અવધિ આવી રહી. વીરસુત ઘેર આવ્યો. ભાભી વાટ જોઈ ઊંબરમાં બેઠી બેઠી કામવાળી બાઈ સાથે વાતો કરતી હતી.

એનો કંઠસ્વર દિયરની ગેરહાજરીમાં વણદબાયો ને લહેરકાદાર રહેલા. વાતો કરતાં એ જાંણે ધરાતી જ નહિ. કામવાળી બાઈ જોડે પણ એ અલકમલકની અને ખાસ કરીને પોતાના સસરાની વાતો હાંક્યે જતી.

ભાભીનો સ્વર જાને પહેલી જ વાર પોતે શ્રવણે ધર્યો એવું ધીમેધીમે મોટર લઈ આવતા વીરસુતને લાગ્યું. એ સ્વર આટલો બધો કંઠભરપૂર અને નિરોગી હતો શું ? ભાભીને પોતે અગાઉ કદી બોલતી કેમ સાંભળી નહોતી? ભાભી કોઈ કોઈ વાર રસોડામાં બેઠી બેઠી પૂછતી : 'ભાઈ તમને મારી રસોઈ ભાવે તો છે ને બાપા?' ત્યારે એણે જવાબો વાળેલા કે 'બધું જ ભાવે; લાવોને બાપુ.' આ જવાબો કઠોર હતા તેની વીરસુતને અત્યારે સાન આવી. ભદ્રા