લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બીજું
જબરી બા

તારી બા બહુ જબરૂં માણસ હતાં." દાદા દેવુને સાંજ સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા. પણ દેવુ એ 'જબરી' શબ્દના આધારે બેવડીઆ ને ઊંચા પડછંદ દેહવાળી કોઈક બાઈની કલ્પના કરતો. એવી બાના પુત્ર હોવું એને ગમતું નહિ.

'જબરી હતી તેમાં શું?' દેવેન્દુ ચિડાઇને મોં બગાડતો.

'એણે જ મને હંમેશા કહાવ્યા કરેલું-'

'શું?'

'કે બાપુજી, કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું?'

'એટલે શું દાદાજી?'

'એટલે એમ કે આપણા ઘરમાં બાફોઈ યમુના ફોઈ છે. તારા બાપથી મોટેરા ભાઈ ગુજરી ગયા છે તેનાં વિધવા વહુ તારાં ભદ્રા ભાભુ છે. તેની નાની દીકરી અનસૂયાને બરડામાં હાડકું વધે છે. પછી બીજાં આપણાં ઘરમાં તારાં દાદીમા જે મરી ગયાં છે તેમના નાના ભાઈ એટલે