પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯૨ : તુલસી-ક્યારો


જગતમાં મોં છુપાવી દેવા જેવું હતું. એને બદલે એણે તો આખા કુટુંબને મારી પીઠ પાછળ બંગલામાં વસાવી લઈ મને ઘા કર્યો છે.વગેરે વગેરે.'

વીરસુત પર લાગેલી એની રોષ-ઝાળો આગળ ચાલીને ભદ્રા પર, ગાંડી યમુના પર, દેવુ પર, સસરા પર, મામા પર, અરે નાનકી અનસુ પર સુદ્ધાં ફરી વળી. બધાં જ લુચ્ચા ! બધાં જ પહોંચેલાં ! ચુપચાપ પેસી ગયાં. રાહ જોઇને જ બેઠાં હશે.