લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ક્યાં ગઈ પ્રતિભા ! : ૨૦૧

ને એ વિચારની છેલ્લી કોદાળી વાગતાં જ એના આંસુનો ડાર ભેદાયો. આંખો છલ છલ થતી હતી એટળે ઘોડાગાડીની બાજુમાં સહેજ પાછળ કોઇક સાઈકલ-સવાર છોકરો ગાડીને પકડીને પેડલ હલાવ્યા વગર ચાલતો હતો તે એને કળાયું નહિ. પણ એકાએક એણે 'બા' એવો શબ્દ સાંભળ્યો, તે સાથે જ ઓચીંતો ગાડીએ એક ગલ્લીમાં વળાંક લીધો. સામે એક મોટર ધસી નીકળી. બરાબર ખૂણા પર મોટરગાડી અને ઘોડાગાડી, બેઉની વચ્ચે આવી ગએલી પેલા 'બા' કહેનારની નાનક્ડી બાઈસીકલ ભીંસાઇ અને લોકોની તીણી, કારમી ચીસો પડી; 'ઓ...ઓ...છોકરો મૂવો...અરરર !'