પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૪૦ : તુલસી-ક્યારો


બેવફા બન્યો. મેં ગૃહસ્થની એ દલીલને, એ જીદને, તારી ભાભી માટેના અપશબ્દો બોલતી ચૂપ કરેલ છે. ને એ બેભાન પડ્યો છે. પોલીસને ટેલીફોન થઈ ચૂકેલ છે. બસ, જાઉં છું. આંહીં તારે ઘેર પોલીસની ખૂંદાખૂંદ ન ચાલવી જોઇએ. આંહીં તારી ભાભી વસે છે, ખબર છે!'

એમ કહીને એ સડસડાટ બંગલાની બહાર ચાલ્યો ગયો.