પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦૪ : તુલસી-ક્યારો


'એ અવાજમાં જાણે કોઇ ઊર્મિ જ નહોતી; આપઘાતની વાત જાણે એને નજીવી, ધ્યાન ન દેવા જેવી લાગતી હતી. એણે વિશેષમાં ઉમેર્યું, બેશક જરા ધીરેથી -

'એવી તો બેને આ હાથે ફેંસલ કરી નાખી છે. એ પણ કરતાં આવડે છે. આ તો અટાણે સહેજ સમો બદલ્યો. નીકર એમાં શું ? પણ તમારો ને મારો મત ન મળે. તમે છો વહુઓના પગ ધોઈ પીનારા નીકર એ કામ કરતાં ય મને ક્યાં નથી આવડતું?'

'ચુપ થા, રાક્ષસ ! ચુપ થા ! સોમેશ્વરે સાળાનું મૂંડો કરવેલ માથું ઝાલીને, જેમ ઝાડની ડાળીને ઝંઝેડે તેમ હલાવ્યું. 'તું શું લવરી કરી રહ્યો છે તેનું કાંઇ ભાન છે ?'

'ના, એ તો હું સહેજ કહું છું, એમાં ક્યાં મેં બાંયો ચડાવી નાખી છે ! આ તો એમ કે વીરસુતને માટે એ રીતે પણ રસ્તો ઊઘડે ખરો, છોકરો ફરીથી લગન કરી શકે ખરો. પણ એનું નવું લગન એટલે વળી પાછા નવા ગૂંચવાડા ને નવા ધમરોળ. એને એક આંખમાં અમીને બીજીમાં રતાશ બતાવતાં થોડું આવડવાનું છે ? સાત જન્મેય આશા રાખવી નહિ ને ? માટે જ આંહીં મેં કહ્યો તે રસ્તો ગ્રહણ કરવાની વાત નથી. માટે જ કહું છું કે આપમેળે જીવ કાઢતી હોય તો જુદી વાત છે, બગડતી હોય તો બચાવો. સરવાળે કો દિ' સંધાશે.'

'તો તો તારા મોંમાં સાકર, જ્યેષ્ઠા !' સોમેશ્વર માસ્તર એવી અદાથી બોલ્યા કે કેમ જાણે વહુ પાછી ઘરમાં આવી બેસી ગઇ હોય !

'ને પાછી મારી મતિ તો એમ પણ કહે છે દવેજી ! અંધાએ આગળ ચલાવ્યું : 'કે આ વાંદરીને - '