પ્રોફેસર પુત્રના આ કાગળની વાત ઘરમાં કોઈને કર્યા વગર માસ્તર સાહેબે ચુપચાપ માંદી અનસુને પોતાની સાથે હેળવવા માંડી. બધાંજ છોકરાં દાળીઆ રેવડી જેવા ખાદ્ય પદાર્થથી જ રીઝી જાય છે એ વાત માંદલી અનસુએ ખોટી પાડી. દાદાજી પાસેથી ખાઉ ખાઉ લઈ કરીને એ પાછી માની સોડમાં જ ભરાઇ બેસતી. દાદાને મૂંઝવણ થતી હતી કે માથી દીકરીને નોખી પાડવાનો કયો કીમિયો કરવો? ધીરે ધીરે એને યાદ આવ્યું. બહુ જ નાનેથી મા વગરના થયેલા દેવુને તો દાદા સાથે પ્રીત બંધાતાં મુશ્કેલી નહોતી પડી, પણ પોતાના જ પુત્ર વીરસુતની બાલ્યાવસ્થા એને યાદ આવી. પોતે 'રાધે ગોવીંદ રાધે, શેરા પૂરી ખાધે !' ગાતા, તાળોટા વગાડતા, વીરસુતની સન્મુખ નાચતા ને કુદતા હતા. અનસુ પાસે પણ એણે નાચ ગાન અને તાળોટા આદર્યા. મિઠાઇએ ન કરેલું કામ નૃત્યગીતે કર્યું. અનસુ માંદી માંદી પણ દાદાની સાથે નાચતી ને ગાતી થઈ, દાદાની સાથે જ સુવા લાગી. દાદા અનસુના સંપુર્ણ કેદી બન્યા તે પછી જ તેણે ભદ્રા વહુને પોતની પાસે બોલાવી મગાવ્યાં. બારણાની સ્હેજ આડશ લઈને ભદ્રા ઊભી રહી. સસરાની આંખો ભદ્રાને ભાળતી ત્યારે ત્યારે અચુક
પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯
Appearance