લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સસરો : ૧૯


હમેંશા એક જ ઠેકાણે ચોંટી રહેતી. આજે પણ એ આંખો ત્યાં જ ચોંટી-ભદ્રાના માથા ઉપર.

ત્યાં એ આંખોને શું જોવાનું હતું?

મુંડાએલા માથા પરના નવા ઉગેલા કેશના સફેદ ઓઢણાની આરપાર અણીઓ કાઢતા હતા તેને જાણે કે સસરાની આંખો ગણતી હતી. એ કણીઓ સસરાની આંખોમાં ઘોંચાતી હતી. પુત્રવધુના વૈધવ્યનો વધુમાં વધુ કરૂણ એને એ કેશવિહોણો વેશ લાગતો હતો. તે સિવાય પોતે તપાસ લેતા ને સંતોષ પામતા કે વહુનો દેહ દૂબળો નથી પડ્યો : ને વહુના થોડા થોડા દેખાતાં હાથનાં આંગળાં એમને ખાત્રી કરાવતાં કે ભદ્રાને નખમાંય રોગ નથી.

એમણે વાત ઉચ્ચારી :-

'જુઓ છો ને, છોકરાં સાચવી જાણું છું કે નહિ હેં બેટા ! જુવો, અનસુને મેં તમારી આગળથી પડાવી લીધી છે ને?'

જવાબમાં ભદ્રા ઘૂમટાની આડશે મંદ મંદ હસતી હસતી, એ ઘૂમટામાં છુપાએલા પોતાના ચહેરા સામે તાકી ઊભેલા દેવુને કહેતી હતી-

'દેવ ! દાદાજીને કહે કે તમે એકલા સસરા જ ક્યાં છો ? તમે તો સાક્ષાત સાસુજી પણ છો ને ! અનસુને મારો હેડો છૂટ્યો એટલે હું તો શાંતિ પામી છું.'

તો પછી બચ્ચા, થોડા દિ' નાનુભાઇને ત્યાં એકલાં અમદાવાદ જઈ આવશો ? નાની વહુ બિચારી મુંઝાતી લાગે છે. ભાઈનો તો કાગળ આવેલ કે ચિંતા કરશો મા, પણ મારો જીવ કેમ રહે ? હું