પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભેટો : ૩૦૯


'અલ્લા ! અલ્લા !' પોલીસે ઉદ્‍ગાર કાઢ્યો.

'તે આ વળી રાજકોટમાં વળી તમે બીજી શી બલા ખડી કરી છે યાર ? એ નલિની કોણ છે ?' નાયકે પૂછ્યું.

'વકીલની દીકરી છે.' ભાસ્કરે કશા વિલંબ વગર જવાબ આપ્યો.

'એમાં તમે ક્યાંથી સપડાયા ?'

'ભણેલી હશે એટલે સપડાવે જ ને ? પોલીસે અમર સત્ય ઉચ્ચાર્યું.

'મને કોઇ સપડાવી શકે જ નહિ.' ભાસ્કરે ખુલાસો કર્યો. પણ નાયકે પોતાની ધૂનમાં જ બોલવું ચાલુ રાખ્યું -

'એના માથેના તારા કાગલ પકડાયા એ બહુ બૂરી થઇ યાર ! બીજું ચાય તે કરીએ, કાગલ તો કદી જ ન લખીએ. કાગલ જ મોંકાણ કરે છે ને ! મોંની હજાર વાતો કરી હોય તોય કહી શકાય, કે સાલો જાણે છે જ કોણ સુવ્વરનો બચ્ચો ! લેકિન કાગલના ટુકડા પર ચીતરામણ કર્યું કે માર્યા ગયા !'

'અરે યાર ! નાયક સાબ !' સિપાહીએ કહ્યું :'કાગલ તો કૈકના દાટ વાલી દે છે. કાગલ લખવા બેઠો ઇશ્કી, એટલે પછી પૂરપાટ ઘોડો મારી મૂકે હો યાર ! શરાબ જ પીધો જાણે. અગમનીગમની વાતો અડાવે. દિલની તમામ દાઝ કાઢી નાખે કાગલ ઉપર. આટલા વાસ્તે તો હું ખુદાને દુવા દઉં છું કે આપણી જાત ઓછું ભણે છે એ જ બહેતર છે.'

'એ તો ભૈ, હું બધું જાણું છું. રૂબરૂ મલીને વાતો કરી હોય, તોય મારાં બેટાં સવાર ના પડવા દે, બસ, બેસે કાગલ લખવા. પથારીમાં ગોદડું ઓઢીને લખે, બાથરૂમમાં લખે, આગગાડીને ટ્રોલીમાં બેસીને લખે, લખે લખે ને લખે જ. પોતાના હાથે જ પોતાની વિરુદ્ધનો