પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચુમાલીસમું
બાકીનું તપ

૯૩૯ના ઓક્ટોબર મહિનામાં લડનની પાસપોર્ટ-કચેરીમાંનાં પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાએલા યુવાનને તમે જોયો હોય તો તમે તો શાના ઓળખો ! અરે ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી નજરે તો ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીરસુત છે. ને ભદ્રા તો એને ભાળે તે પળે જ બોલી ઊઠે કે 'આ હા હા ભૈ ! આ તો તમને ચોખ્ખેચોખ્ખી ભાસ્કર ભૈની આશિષો ફળી છે હોં ભૈ. પણ આપણે કોઇની જોડે બાઝવું કરવું નથી. હોં ભૈ !'

દારૂગોળા અને દાવાનળના ઝેરી ઘુમાડાથી ખરડાયા પહેલાંની ઇંગ્લાંડની આબોહવાએ ને ધરતીમૈયાએ, પોતાની નિત્યની ખાસિયત અનુસાર આ સુકલકડી હિંદી યુવાનના દેહને પણ પોતાની તંદુરસ્તી ને સુરખીમાં લેટાવ્યો હતો. પાંચ મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી દાઝો, અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂરણી કરી દીધી હતી.

પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડતાં ચડતાં એને પોતાને જ પોતાના દેહ પ્રત્યે આશ્ચર્ય ઊપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે