લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બડકમદાર !' : ૩૨૭


એ શબ્દો કંચને સાંભળ્યા. ને તે પછી બીજી જ ક્ષણે વિશ્વની પરશાળે, બ્રાહ્મણવાડાને ઓરડે, તુલસીને ક્યારે, પ્રભુધરના પરોણલા શી એક બાલિકા ઊતરી પડી. સુયાણીએ બહાર આવી ખબર દીધા : 'દાદાને ઘેર લેણિયાત આવી !'

'બડકમદાર !' એ બોલ બોલી સોમેશ્વર માસ્તર ગદ્‍ગદિત બન્યા. એ તુલસી-ક્યારે ગયા. ત્યાં યમુના અનસુને લઇ ચુપચાપ બીડેલી આંખે બેઠી કંઇક પ્રાર્થના લવતી હતી; અનસુને પણ એણે હાથ જોડાવ્યા હતા.