પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સસરો : ૨૩


'દેવ, દાદાજીને કહે, એવું કેમ પૂછો છો?'

'બેલાશક પૂછું છું વળી. બેલાશક ! નહિતર તો પછી સીધું પૂછતાં શું ભાલાં વાગે છે?'

'તો કંચનગૌરીને મારે દાગીના પહેરાવવા છે.'

'કોના તમારા? ખબરદાર...'

'ના, મારા તો જુનવાણી ઘાટના છે. એમના ગળામાં નહિ ઓપે.'

'ત્યારે શું દેવુની બાના ?'

'હા જ તો.'

'દેવની વહુ સિવાય કોઇથી એ પહેરાય કે?'

દાદાના આ એકદમ અજાણ્યા બોલથી ચમકેલો દેવુ ભદ્રાબાની સામે જોતો જોતો એવો તો ખસીઆણો પડેલો કે તે પછી જ્યારે જ્યારે દાદાજી જોડે ભદ્રાબાને વાતો કરાવવી હોય ત્યારે ત્યારે એ પહેલાં જ શર્ત ભદ્રાબા સાથે એ કરતો કે 'વહુ ફહુ વાળું કશું ન બોલો તો હું આવું.'

ભદ્રાએ તૂર્ત જ સસરાને દબાવ્યા : 'પણ કંચન ગૌરી દેવની બા જ છે ને!'

'છે છે, હું ક્યાં ના કહું છું? પણ-પણ-એમ કાંઇ...'

ચતુર સસરો તે દિવસ ગેંગેં ફેંફેં થઈ ગએલો. કારણ કે પોતાને આવતી વહુ પ્રત્યે છૂપો કશોક અણગમો છે એવો એને પોતાના અંત:કરણ માટે અંદેશો પડેલો. એને બ્હીક જ લાગી ગયેલી કે આ વાત જો ક્યાંક