પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું
દેરાણી

બે ત્રણ વખત દાદા અનસુને લઇને એક બે રાત બહાર ગામ પણ જઇ આવ્યા. અનસૂયા દાદા સાત્જે અને દેવ સાથે એકરસ થઇ ગઇ, ત્યારે દાદાએ ભદ્રા વહુને બોલાવી કહ્યું ; ' મને તો આ ઇંતડી જેવી વળગી છે. મારૂં તો લોહી પી જાય છે.'

'તો અમારૂં કેટલું પીતી હશે?'

'તો હવે મારૂં જ ભલે પીવે ને તમે અમદાવાદ એકલાં આંટો મારી આવો દીકરા.'

અનસુને છોડીને અમદાવાદ જતાં ભદ્રાને ઝાઝી વ્યાકુલતા નડી નહિ. અને દેવે જઇ અમદાવાદની ટિકિટ કઢાવી આપી. દાદા અનસુને લઇને નાચ કરતા ઘેરે રહ્યા.

'તું યે હાલને દેવ?' ભદાબાએ દેવુની સામે દૃષ્ટિ કરી તેમાં એક મા સિવાય બીજું કોઈ ન સમજી શકે તેવો, બાળકની એકલતા અનુભવતો ભાવ હતો.

'ત્યાં આવીને શું કરૂં?' દેવ પ્લેટફોર્મ પર જોડાની એડી દબાવીને લસરકો લઈ બીજી બાજુ ફરી ગયો.