આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કર : ૩૯
'જો, જો, જો, જોયું ને ? -હા-હા-હા-હા-' કરતો ભાસ્કર ઘર બહાર નીકળતો નીકળતો, ઊભા થવા જતા વીરસુતને કહી ગયો: ' તારે લેવાય તેટલો આરામ જ લેવો. વિવેક શિષ્ટાચારનો ક્યાં આ સંબંધ છે? પોતે એવી ઝાઝી જંજાળો રાખીએ જ નહિ. પડે બધો શિષ્ટાચાર સાબરમતીમાં. તેમ છતાં ય એ બધું સંભાળનારી તો આ છે ને !'
'એમ કહીને વિદાય દેવા મારે આવવું એમ માગી લો છો ને?' કંચન હસીને એની પાછળ પાછળ ચાલી ગઈ.
વીરસુત બેસી રહ્યો.