પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સાતમું
જુગલ-જીવન

ભાસ્કરભાઈને તો કંચન ઘણે દૂર સુધી વળાવવા માટે પૂર્ણિમાની વહેલી ઊગેલી ચાંદનીમાં ને ચાંદનીમાં ચાલી ગઈ. પાછળથી વીરસુતે પોતાના ઓરડામાં સૂતે સૂતે સાદ કર્યા: 'કંચન ! કંચન ! ગૌરી ! ઓ ગૌરી !'

ભદ્રાએ તે વખતે એકલું ધોતિયું જ ઓઢીને રસોડું માંડ્યું હતું. તેવા સ્વરુપે એણે અંદર ન જતાં બહાર ઊભે ઊભે જ દિયરને જવાબ દીધો: 'એ હાલ ઘડી એમને સાકરૂં છું હો ભૈ !'

'ક્યાં છે?'

'અહીં બહાર જ ગયાં હશે ભૈ, લો જલદી બોલાવી લાવું.'

'તમારી પાસે રસોડામાં નથી?'

'ન-હા-છે-હતાં-હજુ હમણાંજ-લ્યો સાકરૂં ભૈ!' એવા ગોટા ભદ્રાએ ઝપાટાબંધ વાળી નાખ્યા.

'ભાભી, જરા ગરમ પાણી કરીને કોથળી ભરી આપજો તો!'